મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સનો વિધિવત શુભારંભ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ વડાપ્રધાન મોદીના વરદહસ્તે 19 ઓક્ટોબરે કરાશે

Spread the love

ગાંધીનગર

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, રૂ. 10,000 કરોડથી વધુના રોકાણ સાથે દેશના સૌથી વિશાળ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ 19 ઓક્ટોબર, 2022 ના રોજ 20,000થી વધુ લોકોની હાજરીમાં દાદાનગર કન્વેન્શન સેન્ટર, અડાલજ, ગાંધીનગર ખાતે મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સનો વિધિવત શુભારંભ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવશે. રાજ્યભરની શાળાઓમાંથી 20,000થી વધુની સંખ્યામાં સ્કુલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સની શરૂઆત સાથે રૂ. 5567 કરોડથી વધુની કિંમતના સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે.

આ સમારંભનું BISAG, ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ એક કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યની દરેક શાળાઓમાં સમાંતર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

દરેક ધોરણ દીઠ એક શિક્ષક અને એક વર્ગખંડ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ખુબ જ જરૂરી છે અને શાળાના દરેક વિદ્યાર્થી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ હાંસલ કરે તેની ખાતરી કરવામાં આવે છે. જો કે, ભારત દેશ મર્યાદિત સંખ્યામાં શિક્ષકો અને વર્ગખંડો સાથે ચાલતી મોટી સંખ્યામાં નાની શાળાઓના પડકારનો સામનો કરી રહ્યો છે, જેના કારણે આવા લક્ષ્યોને હાંસલ કરવાનું પડકારજનક બને છે.

ગુજરાત આ ગંભીર મુદ્દાને નવીન અને સકારાત્મક અભિગમ – ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ દ્વારા એક તકમાં પરિવર્તિત કરી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યમાં ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી દરેક સરકારી શાળાઓનું મજબૂતીકરણ કરી સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસિત કરવાનો છે.

આ મિશન હેઠળ 120થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આશરે 20,000 શાળાઓ (કુલ 40,000 સરકારી શાળાઓના આશરે 50%) જેમાં 15,000 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5,000 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સર્વગ્રાહી વિકાસીત કરવામાં આવનાર છે. એક અંદાજ મુજબ આ 20,000 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ના અમલીકરણને કારણે 59 લાખ (કુલ 70 લાખ વિદ્યાર્થીઓના 84%)થી વધીને 63 લાખ (90%) થઈ જશે.

આ શાળાઓને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ હેઠળ વિશ્વ સ્તરીય ભૌતિક અને ડિજિટલ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આગામી 4 થી 5 વર્ષમાં આ શાળાઓ 50,000 વર્ગખંડો, 1.5 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ, 20,000 કમ્પ્યુટર લેબ અને 5,000 સ્ટેમ લેબથી સજ્જ હશે. શિક્ષણ વિભાગ દ્વારા ગામની આંગણવાડીઓ અને બાલવાટિકાઓને પણ આ શાળાઓ સાથે જોડવામાં આવશે, જેથી કરીને નિપુણ ભારત અંતર્ગત પાયાનું શિક્ષણ પણ મજબૂત થશે. આ સાથે જ બાકીની શાળાઓમાં માળખાગત રીતે સુદઢ કરવામાં આવશે, જેથી રાજ્યની તમામ શાળાઓ મજબૂત બનશે.

આ મિશન અંતર્ગત, શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે વિકસિત ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) હેઠળ એક્રેડિટેશન ફ્રેમવર્કનો ઉપયોગ કરીને આ શાળાઓનું એકંદરે ઉત્કૃષ્ટતા માટે નિરીક્ષણ કરવામાં આવશે.મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને 1 અબજ US$ (રૂ.7,500 કરોડ)ના ફંડની મંજૂરી મળી છે. વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટને 750 મિલિયન US$નું ફંડ પૂરું પાડ્યું છે, જે કોઈ પણ રાજ્યના પ્રોજેક્ટ માટે આ સૌથી મોટું ફંડિંગ છે અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા પ્રોજેક્ટને 250 મિલિયન US$નું ફંડ પૂરું પાડ્યું છે, જે કોઇપણ દેશમાં સામાજિક ક્ષેત્રે પ્રથમ પ્રકારનો પ્રોજેક્ટ છે. રાજ્ય સરકાર પણ આ મિશન હેઠળ આગામી 4થી 5 વર્ષમાં આશરે રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે.મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ એ કોઈ પણ રાજ્યમાં શાળા શિક્ષણમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવા માટેનો દેશનો પ્રથમ મોટા પાયાનો પ્રોજેક્ટ છે. તેનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને આગામી 4થી 5 વર્ષમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરશે અને આવનારી પેઢીને New India માટે સજ્જ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com