આરોપી સંજય ઉર્ફે શિવાભાઈ ઉર્ફે ટીનો
અમદાવાદ
ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકટીવા ઉપર આવી મહિલા ઉપર એસીડ નાંખવાના ગુનામાં સાબરમતી જેલમાં રહેલ કાચા કામના પેરોલ જંપ ફરારી કેદી સંજયને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી જેલ હવાલે કર્યો હતો .અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન.જી.સોલંકીની ટીમના હે.કો. મહેન્દ્રસિંહ ગુલાબસિંહ તથા હે.કો.રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ દ્વારા પેરોલ/ફર્લો જંપ,વચગાળાના જામીન પરથી ફરાર આરોપી સંજય ઉર્ફે શિવાભાઈ ઉર્ફે ટીનો સ/ઓ ભીખાભાઈ નાયક, ઉ.વ.૨૮, રહે. લખુડી તળાવાના છાપરામાં, એસ.પી. સ્ટેડીયમ રોડ, નારણપુરા પાસેથી ઝડપી લીધો હતો.આરોપીને નામદાર એડી.સેશન્સ કોર્ટ ભદ્ર અમદાવાદના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલમાં દિન-૧૦ ની પેરોલ રજા પર તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ મુકત કરવામાં આવ્યો હતો . આરોપીને તા.૧૦/૧૦/૨૦૨૨ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ હાજર થયો નહિ અને ફરાર થઇ ગયો હતો જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીને જેલ હવાલે કરાયો હતો.આરોપી સંજય ઉર્ફે શિવાભાઈ ઉર્ફે ટીનો ભીખાભાઈ નાયકએ ઘાટલોડીયા પો.સ્ટે.વિસ્તારમાં એકટીવા પર આવી એક મહિલા ઉપર એસીડ નાંખવાના અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટમાં ઈ.પી.કો. કલમ ૩૨૬(એ), ૩૫૪(ડી), ૫૦૬(૧) મુજબના ગુનામાં છેલ્લા ૧૧ માસથી સાબરમતી મધ્યસ્થ જેલમાં હતો.