ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા”: નશા ન કરેંગે ન કરને દેંગે : ગુરુદેવ શ્રીશ્રી રવિશંકર

Spread the love

છેલ્લા દોઢ વર્ષમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું : છેલ્લા એક વર્ષમાં ૮૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે પણ તેમના ઉપર કેસ નથી કર્યા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત સરકારે ૨૯૦૦૦ જેટલા લોકોને ડ્રગ્સમાંથી મુક્ત કરાવ્યા છે : બળવંતસિંહ રાજપૂત

નશો કરવો હોય તો જ્ઞાન, કલા,ધ્યાન,સંગીત અને યોગમાં કરવો જોઈએ : શ્રીશ્રી રવિશંકર

નશાનું એડિકશન એ યુવાનોના જીવનનું ડીમોલીશન છે : સાઈરામ દવે

નશો કરવો એ ” આર્ટ ઓફ ડાઇંગ “છે : જગદીશ ત્રિવેદી

અમદાવાદ

આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી 620 સમિટ ના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ યોજના ના ભાગરૂપે ” ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા” કાર્યક્રમનું આયોજન આજે સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના ખ્યાતનામ કલાકારોની કલા કૃતિઓ ની રજૂઆત દ્વારા કરવામાં આવ્યો. અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ જીટીયુનું ગાન પ્રસ્તુત કરવામાં આવ્યું. જીટીયુ ના માનનીય રજિસ્ટ્રાર ડો. કે. એન. ખેર એ સ્વાગત પ્રવચન આપ્યું. આર્ટ ઓફ લિવિંગ નો ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા સેવા પ્રોજેક્ટના સીઇઓ શ્રીમતી હિમાબેન પરીખે આ અભિયાન વિષે માહિતી આપી.નશાખોરી ને કારણે ભારતમાં પ્રતિદિન 10 વ્યક્તિ આત્મહત્યા કરે છે. નશાખોરી સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવું અનિવાર્ય છે ત્યારે આ દીશામાં ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા 2019માં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કેમ્પઈનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે સ્વાનુભવ રજૂ કરીને પોતાનો સહયોગ આપ્યો હતો. કપિલ શર્મા, વરુણ ધવન ,પરિણીતી ચોપરા સહિત ફિલ્મ ટીવોના અનેક કલાકારોએ આ ઉદાત કાર્યની પ્રશંસા કરીને પોતાની ઉપસ્થિતિ દ્વારા સહયોગ આપ્યો હતો.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે ” નશા ન કરેંગે ન કરને દેંગે ”  જયારે સ્ટ્રેસનો માત્રા ખૂબ વધી જાય છે, ત્યારે આ અત્યાધિક સ્ટ્રેસથી મુક્ત થવા વ્યક્તિ નશાકીય પ્રવૃત્તિ તરફ વળે છે પરંતુ જયારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનાં માધ્યમ દ્વારા સ્ટ્રેસ દૂર કરવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઇ જાય છે. ” વર્તમાન સમયમાં અનેક યુવાનો આ શિક્ષણના અભાવે વ્યસન અને નશાખોરી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે. આ દૂષણ પર પૂર્ણવિરામ મૂકવાના ધ્યેયથી ગુરુદેવ શ્રી શ્રીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા આ અભિયાનનો પારંભ કરવામાં આવ્યો છે.

વધુમાં ગુરુદેવે કહ્યું કે ચાંદ ઉપર જાવ તો પણ ત્યાં એક ગુજરાતી મળી જાય . ગુજરાત ની સંસ્કૃતિ નાચ ગાન કલા થી ભરેલી છે.નશાસે પાંવ લડખડા જાતા હૈ , નશાથી પરિવાર દુઃખી થઈ જાય છે.ભારતનું ભવિષ્ય યુવા છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વમાં ગરબા થકી લોકોને નચાવી રહ્યા છે. નશો કરવો હોય તો જ્ઞાન, કલા,ધ્યાન,સંગીત અને યોગમાં કરવો જોઈએ.હર ઘર મે ખુશી હો એવું પ્રધાનમંત્રી ઈચ્છી રહ્યા છે.ધ્યાન ધરવાથી આવી નશાખોરીથી બહાર આવી શકાય છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરનો આ અભિયાન બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સ આમને સામનેની જંગ લડી રહ્યું છે ત્યારે આજના આ કાર્યક્રમ થકી યુવાઓને નશાથી દૂર રહેવાની પ્રેરણા આપુ છું.છેલ્લા દોઢ વર્ષ થી ગુજરાત પોલિસ કેટલા વિષયો ડ્રગ્સ માટે નડે છે તેની ચર્ચા કરી રહ્યું છે. ગુજરાત પોલીસે ગોળીઓનો સામનો કરીને ભારત પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સની તસ્કરી અટકાવવા માટે છેલ્લા દોઢ વર્ષમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે.આમ પોલીસે ડ્રગ્સ પકડી ગુજરાત ના યુવાનોનું જીવન ધુધળું થતું અટકાવ્યું છે.છેલ્લા એક વર્ષમાં ૮૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે પણ તેમના ઉપર કેસ નથી કર્યા પણ તેમના પરિવારોને બોલાવી સમજાયા અને ડ્રગ્સ થી દુર રહેવા માટેના પ્રયત્નો કેવી રીતે કરવા એ કામગીરી કરી છે.સ્કૂલ ,કોલેજોમાં ટીનેજ સ્ટુડન્ટ્સ ને આવા કોઈપણ પ્રકારની માહિતી મળે તો સરકારને કે પોલીસ ને જાણ જરૂર કરે .પોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ સમાજની સેવા માટે છે અને પોલીસે સમાજને સુધારવા માટે ડ્રગ્સ સામે લડવાનું મિશન હાથમાં લીધું છે.આવનારા બે મહિનામાં ગુજરાતના ખૂણે ખૂણે દરેક યુનિવર્સિટીઓમાં જઈને ફ્રી ડ્રગ્સ મુદે યુવાનોને જાણકારી આપવાની યોજના બનાવી રહ્યા છીએ.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે મે સાભળ્યું છે કે યુવાનોને ડ્રગ્સ નાં રવાડે ચઢાવવા એક ટીમ કામ કરી રહી છે અને ધીરે ધીરે દોસ્તી કરાવે છે અમે એ નેટવર્ક ને તોડવાનું કામ કરી રહ્યા છીએ.યુવાઓ ડ્રગ્સ તરફ વળે નહીં એનું ધ્યાન રાખે . ગુજરાત સરકારે ૨૯૦૦૦ જેટલા લોકોને ડ્રગ્સમાંથી મુક્ત કરાવ્યા છે.

ગુજરાતના લોકલાડીલા કલાકાર શ્રી સાઈરામ દવે એ એમનાં વક્તવ્યમાં જણાવ્યું કે નશાનું એડિકશન એ યુવાનોના જીવનનું ડીમોલીશન છે . એટલે કે નશાનું વ્યસન એ યુવાનોના જીવનને ધ્વંશ કરી નાખે છે.ડ્રગ્સ કરીને આપણે મરવાનું નથી પરંતુ દેશ માટે સંયમ થી જીવવાનું છે.

યુવાઓને હાથ ઉપર કરાવી નશામાંથી મુક્ત થવા પ્રતિજ્ઞા લેવડાવી

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી એ ડ્રગ્સ મુક્ત બાબતે યુવાઓને શીખ આપતા કહ્યું કે નશો કરવો એ ” આર્ટ ઓફ ડાઇંગ ” છે.નશાથી આર્થિક, શારીરિક, પારિવારિક, સામાજિક , અને આધ્યાત્મિક એમ પાંચ પ્રકારનું નુકસાન થાય છે. યુવાઓને હાથ ઉપર કરાવી નશામાંથી મુક્ત થવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આર્ટ ઓફ લિવિંગ ટ્રસ્ટી મેહુલભાઈ પરીખ એ આભારવિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું. આર્ટ ઓફ લિવિંગ ના અન્ય સેવા કાર્યો વિષે પણ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી. કાર્યક્રમના સમાપન પછી ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓ ના કુલપતિઓની બેઠક યોજાઇ હતી, જેમાં યુવા વિકાસ, વિધાર્થીઓમાં નશાકીય પ્રવૃત્તિ ને રોકવાના ઉપાયો તથા પર્યાવરણ સુરક્ષા અંગેની વિષદ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રસ્તુત કાર્યક્રમમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, અંદાજિત 5000 થી પણ વધુ યુવા છાત્ર નેતાઓ જીટીયુ ના કુલપતિ સહીત રાજ્યની યુનિવર્સીટીઓના વાઇસ ચાન્સેલર્સ, તથા ગુજરાતના અગ્રણી અને નામાંકિત વિવિધ ક્ષેત્રોના કલાકારો સાઈરામ દવે, ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી, કિંજલ દવે, જીગરદાન ગઢવી, હિતુ કનોડિયા , ભક્તિ કુબાવત, યતિ ઉપાધ્યાય ગઢવી, સ્મિત પંડ્યા. મોનલ ગજ્જર, મિતાલી મહંત, આરજે દિપાલી, આરજે સિડ, ધારા શાહ, અલ્પાબેન પટેલ, આચલ શાહ, મીરાંદે શાહ, જગદીશ ત્રિવેદી, મલ્હાર ઠાકર, નીતુ જૈન તથા અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા

નશાની આદત ને કારણે ભારતમાં પ્રતિદિન 10 વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. 13 વર્ષની આયુમાં 50% જેટલા છોકરાઓએ નશાનું સેવન કર્યું હોય છે. ભારતના 75% પરિવારો નશા વ્યસનનો ભોગ બનેલા છે. પ્રતિ 90 મિનિટે એક ભારતીયનું આલ્કોહોલ સેવનથી મૃત્યુ થાય છે.

એક નેશનલ સર્વે અનુસાર 98% વ્યક્તિઓ જેઓ આલ્કોહોલનું સેવન કરે છે અને 12% વ્યક્તિઓ જેઓ નશાકીય દ્રવ્યનું સેવન કરે છે. તેઓ કોઈ પણ પ્રકારની સારવાર લેવા માટે પ્રતિકાર કરે છે

આ દૂષણ ને નાથવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા દેશની અનેક શેક્ષણિક સંસ્થાઓમાં SWAT ( સોશ્યલ વેલનેસ અવેરનેસ એન્ડ ટ્રેનિંગ) ક્લબ ની રચના કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ આ સમસ્યાના નિવારણ માટે સેવારત છે. 25000 જેટલી વ્યક્તિઓએ આર્ટ ઓફ લિવિંગ ના પ્રયત્નો થી નશાનો ત્યાગ કર્યો છે અને ફરીથી સુંદર જીવન નો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં આ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે પ્રખ્યાત યુવા કલાકાર પેરી એ ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા સેવા પ્રોજેકટ માટે થીમ સોંગની રચના કરી છે. જેની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

મિશન ગ્રીન ગુજરાત

20 લાખ જેટલા આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો દ્વારા મિયાવાકી પદ્ધતિ થી વૃક્ષારોપણ કરીને “ગ્રીનર ગુજરાત” સેવા કાર્ય નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સપ્ટેમ્બર-2022 દરમ્યાન શ્રી શ્રી ગુજરાત આશ્રમ-વાસદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય ની સાથે સાથે, ભારત સરકાર ના અભિયાન ને અનુલક્ષીને સ્વચ્છ ભારત-2.0, સસ્ટેનેબલ ઇરીગેશન ના ઉપલક્ષ્યમાં સોઇલ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, પ્રકૃતિ અને પર્યાવરણ ના મૂળભૂત પંચ તત્ત્વો નું સંતુલન, જેવાં સેવા કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

સેવ વોટર

આ અભિયાન અંતર્ગત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા 48 જેટલી સુકાઈ ગયેલી નદીઓ ને પુનર્જીવિત કરવામાં આવી છે આર્ટ ઓફ લિવિંગ સ્વયં સેવકો દ્વારા સંચાલિત આ સેવા કાર્ય થી હજારો ખેડૂતો લાભાન્વિત થયા છે.

ક્લાઇમેટ ચેન્જ

પ્રસ્તુત કાર્યક્રમમાં યુવા છાત્રો ક્લાઈમેટ ચેન્જ ની વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા પ્રત્યે માહિતી મેળવી અને તે અંગેનાં સસ્ટેનેબલ સોલ્યૂશન્સ મેળવવાની દિશામાં વધુ ને વધુ વિચારતા થાય, તેમ જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવાય તે હેતુથી આ વિષયને પણ આવરી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com