ગુજરાતમાંથી ઊંઝાના MLA ડો. આશાબેન પટેલની પસંદગી

Spread the love

આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનાર 10 માં ‘ભારતીય છાત્ર સાંસદ’ દ્વારા જુદા-જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાઓને એવોર્ડ એનાયત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રો માં શ્રેષ્ઠ કામગીરી કરનાર યુવા પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ધાટન ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુજી કરશે અને તેનું સમાપન ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરીમાં થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકે સારી કામગીરી કરનાર ને ‘આદર્શ મુખ્યમંત્રી પુરસ્કાર’ તેમજ ધારાસભ્ય તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારને ‘આદર્શ યુવા વિધાયક સન્માન’ ઉપરાંત સરપંચ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારને ‘આદર્શ ઉચ્ચ શિક્ષિત યુવા સરપંચ સન્માન’ અને આધ્યાત્મિક ક્ષેત્રે સારી કામગીરી કરનારને યુવા આદર્શ આધ્યાત્મિક ગુરુ સન્માન ’ નો એવોર્ડ એનાયત કરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે કામગીરી કરનાર કુલ 11 જેટલા જુદા જુદા રાજકીય પક્ષોના ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાંથી ભાજપના ઊંઝાના યુવા મહિલા ધારાસભ્ય ડો. આશાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે, જે માત્ર ઊંઝા તાલુકા માટે જ નહીં પણ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત ગણી શકાય. આ ઉપરાંત (1) ઉત્તર પ્રદેશમાંથી, ડો. સંગીતા બળવંત (MLA BJP) (2) કેરાલા માંથી કે. એસ શબરીનાધન (MLA INC) (3) મહારાષ્ટ્રમાંથી ઉદય સામંત (MLA Shivsena) (4) મેઘાલય માંથી ડો. આઝાદ ઝામન (MLA INC) (5) કર્ણાટકમાંથી સુશ્રી સૌમ્ય રેડી (MLA INC) (6) ઝારખંડ માંથી અમિતકુમાર મંડલ (MLA BJP) (7) રાજસ્થાનમાંથી શ્રીમતી ક્રિષ્ના પુનિયા (MLA INC) (8) ઉત્તરાખંડ માંથી પુષ્કરસિંહ ધામી (MLA BJP) (9)હિમાચલ પ્રદેશ માંથી વિશાલ નેરિયા (MLA BJP) અને (10) મિઝોરમ માથી વાનલાહ્ય શાલા એમ કુલ 11 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com