તાપીના સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એસટી બસે કુશલગઢથી ઉકાઈ તરફ જતી હતી. તાપીના સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નેંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. વ્યારા અને સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક હળવો પાડ્યો હતો અને સમગ્ર દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, અડધી બસ ચીરાઈ ગઈ હતી અને ટેન્કરનો પણ આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. આ જ સ્થિતિ જીપની પણ હતી. પૂરઝડપે આ વાહનો ટકારાયા હતા. શરૂઆતમાં 7 લોકોનાં મોતના સમાચાર બાદ મોતનો આંક વધ્યો હતો. મળતી માહિતી મુજબ કુશલગઢથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોંગ સાઈડે આવીને હેડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોખરણ ગામ પાસે સર્જાયેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ વાહનો થંભાવીને અકસ્માત જોવા પહોંચી ગયાં હતાં. જેથી રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સોનગઢનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને હળવી કરી હતી. સાથે જ લોકોની ભીડને પણ હળવી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.