અમદાવાદ ખાતે ‘જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટથી આરટીઈ એક્ટ રાજ્યના સ્કૂલો ઉપર થતી અસરો’ વિષય પર આરટીઈ ફોરમ દ્વારા પરિચર્ચાનું આયોજન

Spread the love

રાજ્ય સરકાર બે લાખ વિધાર્થીઓની ગુણવતાની સામે ૬૫ લાખ વિધાર્થીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા? જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં શાળાઓનું વ્યવસ્થાપન પ્રોજેક્ટ પાર્ટનરનાં હાથમાં આપવામાં આવશે જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્ય સરકાર ખાનગીકરણને પ્રોત્સાહિત કરી રહી છે

અમદાવાદ

અમદાવાદ ખાતે ‘જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટથી આરટીઈ એક્ટ રાજ્યના સ્કૂલો ઉપર થતી અસરો’ વિષય પર આરટીઈ ફોરમ દ્વારા પરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ શ્રેત્રે જોડાયેલા ખાસ કરીને શિક્ષણ મૂળભૂત અધિકાર (આરટીઈ) શ્રેત્રે જોડાયેલ વિવિધ પ્રતિનિધિઓએ પોતાના અનુભવો, આરટીઈ અમલમાં પડતી મુશ્કેલીઓ અને શિક્ષકો વિનાની શાળા, બંધ કરવામાં આવતી શાળાઓ અંગે મુદ્દાસર ચર્ચા કરી હતી. જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટથી શિક્ષાનો અધિકાર કાયદાનો ભંગ થઇ રહ્યો છે. આરટીઈ એક્ટમાં વિધાર્થીને શાળા પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષાની મનાઈ છે. આ પ્રોજેક્ટમાં વિધાર્થીઓને ‘પ્રવેશ પરીક્ષા’ દ્વારા જ શાળા પ્રવેશ આપવામાં આવશે જે શિક્ષાનો મૂળભૂત અધિકાર- આરટીઈ એક્ટનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટ સરકારી-ગ્રાન્ટેડ શાળાઓના બે લાખ જેટલા મેરીટવાળા વિધાર્થીઓને ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ આપવાની જાહેરાત કરે છે. રાજ્ય સરકાર બે લાખ વિધાર્થીઓની ગુણવતાની સામે ૬૫ લાખ વિધાર્થીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા?. રાજ્ય સરકાર એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને યેનકેન પ્રકારે બંધ કરી રહી છે અને બીજી બાજુ ખાનગી શાળાઓને જુદા જુદા યોજનાઓ-પ્રોજેક્ટ દ્વારા પ્રોત્સાહિત કરીને શિક્ષણનું સંપૂર્ણ ખાનગીકરણ તરફ આગળ વધી રહી હોય તેમ સ્પષ્ટ થતું જાય છે. જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં શાળાઓનું વ્યવસ્થાપન પ્રોજેક્ટ પાર્ટનરનાં હાથમાં આપવામાં આવશે જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્ય સરકાર ખાનગીકરણને પ્રોત્સાહિત કરી રહી છે. શિક્ષણનું સ્તર સુધારવાને બદલે એક પછી એક પરિપત્ર અને પ્રોજેક્ટના નામે ગુંચવણભરી વ્યવસ્થા ઉભી કરી શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરી રહી છે. વિધાર્થીઓને કહેવાતા ગુણવતા સભર શિક્ષણ માટે પ્રોજેક્ટ પાર્ટનર શિક્ષકો તેમજ સ્ટાફની ભરતી કોન્ટ્રકટ આધારિત કરશે જે કેટલે અંશે યોગ્ય? આરટીઈ એક્ટમાં શિક્ષકોની ભરતી માટે ચોક્કસ યોગ્યતા અંગેની જોગવાઈ નક્કી છે જે પ્રોજેક્ટ પાર્ટનર શિક્ષકોની કોન્ટ્રાક્ટ ભરતીમાં લાગુ પડશે કે કેમ તેની કોઈ જોગવાઈ-સ્પષ્ટતા નથી જે સીધી રીતે ગુણવતાસભર શિક્ષણને વ્યાપક અસર કરશે.આરટીઈ ફોરમ દ્વારા આયોજિત પરિચર્ચામાં રાજ્યના શિક્ષણ માટે ચિંતિત સૌ પ્રતિનિધિઓએ જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્ઞાનશક્તિ / જ્ઞાન સેતુ પ્રોજેક્ટથી શિક્ષણના મૂળભૂત અધિકાર, રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓને મૃત્યુઘંટ વાગી જશે તે બાબતોને લઈને લોકોમાં જન જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજિત કરાશે. જેમાં વિધાર્થીઓ-વાલીઓ-શિક્ષણ અને વિવિધ શ્રેત્રના સ્વૈચ્છિક સંગઠનો, નાગરિક સંગઠનોને સાથે રાખીને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરુ કરાશે. સાથોસાથ ચુટાયેલા જનપ્રતિનિધીઓને રૂબરૂ સંપર્ક કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સરકાર દ્વારા જે રીતે નુકશાન કરવાની પધ્ધતિથી આગળ વધી રહી છે તે બાબતે રજૂઆત કરી તેઓનું સમર્થન માંગવામાં આવશે. આરટીઈ ફોરમ દ્વારા આયોજિત પરિચર્ચામાં મુઝાહીદ નફીસ, પ્રો.હેમંતકુમાર શાહ, ડૉ.મનીષ દોશી,શ્રી રાજુભાઈ દીપ્તિ, પૂર્વ શિક્ષણ અધિકારી કુસુમ અંશુ પોટા,  વિપુલભાઇ પંડ્યા,  દામિની પટેલ,  દિપ્તીબેન ચૌહાણ,  બીનાબેન મેકવાન,  અબ્દુલ હકીમ, શરીફ મલિક,  હિરેન બેન્કર,  ભાવિક સોલંકી,  ગૌરાંગ મકવાણા,  આકાશ સોલંકી,  ભાવિક રોહિત ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com