અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ અનુપસિંહ સોલંકી પો.કોન્સ. તથા ચમનભાઇ જાદવ પો.કોન્સ.ને મળેલ સંયુક્ત બાતમી આધારે દેત્રોજ પો.સ્ટે. વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે આરોપી વિજયસિંહ વિક્રમસિંહ સોલંકીનાં અમદાવાદના ઘરની દીવાલ પાસે આવેલ પાણી સંગ્રહ કરવાના હોજની અંદર બનાવેલ ખાના માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા બીયરટીન મળી કુલ નંગ-૧૭૮ મળી આવ્યા જેની કિંમત રૂપીયા ૩૧,૦૮૦નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર આર.એન. કરમટીયા, પો.સ.ઇ. જે.એમ.પટેલ, પો.સ.ઇ. એચ.આર.પટેલ, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, હે.કોન્સ. જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ રાજુજી ઠાકોર, હે.કોન્સ ઇસ્માઇલબેગ મીરઝા, હે.કોન્સ. કપીલદેવસિહ વાઘેલા, પો.કોન્સ. ચમનભાઇ જાદવ તથા પો.કોન્સ. અનુપસિંહ સોલંકી