અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. તાબાના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરી હતી. પો.સ.ઇ. આર.બી.રાઠોડ તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઇસ્માઇલબેગ મીરઝા હે.કોન્સ. તથા અનુપસિંહ સોલંકી પો.કોન્સ.ને મળેલ બાતમી આધારે મહેસાણા જીલ્લાના સાંથલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના અલગ અલગ બે ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપી લખુભા ઉર્ફે લાલભા અખેરાજ પૃથ્વીસિંહ સોલંકી રહે. રતનપુરા તા.દેત્રોજ જી.અમદાવાદને ઝડપી પાડેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, હે.કોન્સ. રાજુ ઠાકોર, હે.કોન્સ. જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ. કપીલદેવ સિહ વાઘેલા, હે.કોન્સ.ઇસ્માઇલબેગ મીરઝા, પો.કોન્સ. ચમન ભાઇ જાદવ, પો.કોન્સ. અનુપસિંહ સોલંકી