અમિત ચાવડાનો આજે જન્મદિવસ :અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકરોનો સંકલ્પ : અમિત ચાવડા

Spread the love

“સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસજનો સાથે સહભાગી બનીને અમિત ચાવડાએ માઁ અંબેના ધામ અંબાજી ખાતે ધ્વજારોહણ કર્યું

અંબાજી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો જન્મદિવસ અંબાજી ખાતે કાર્યકર્તાઓ દ્વારા ઉજવવામાં આવ્યો. વહેલી સવારે સૌ પ્રથમ અમિત ચાવડાએ અને કાર્યકર્તાઓએ અંબાજી ગબ્બર પર અંબાજીમાંની જ્યોતના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગુરુજી વાટિકા ખાતે સૌપ્રથમ ધજાનું પૂજન કરેલ હતું આ ધજા પૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય તુષાર ચૌધરી, ભારતીય રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમૃત ઠાકોર, ધારાસભ્ય ગુલાબસિહ ચૌહાણ પૂર્વ સાંસદ શ્રીમતી અલકાબેન ક્ષત્રિય, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા, ભીખાભાઇ રબારી, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર, લાખાભાઈ ભરવાડ, ગોવાભાઈ દેસાઈ, નાથાભાઇ પટેલ, શ્રીમતી ચન્દ્રીકાબેન બારૈયા, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી જેનીબેન ઠુંમર, પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા અમિત નાયક સહિત વિવિધ ફ્રન્ટલ, સેલ સંગઠનના પ્રમુખો જિલ્લા પ્રમુખો , શહેર પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઓ હાજર રહી ધજા પૂજન કરીને દેશ અને ગુજરાતની સુખાકારી માટે માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

રાજ્ય અને દેશની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પ્રજાજનોના સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સલામતી માટે કાર્યરત રહેવાના સંકલ્પ સાથે જગત જનની “માઁ અંબે’” ના ચરણોમાં શીશ ઝુકાવી, વંદન – પ્રાર્થના સહ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સંકલ્પમાં સૌ કોંગ્રેસજનોએ સહભાગી બનીને માઁ અંબેના ધામ અંબાજી ખાતે ધ્વજારોહણ કર્યું.

પત્રકારો સાથે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજે જગત જનની માં અંબેના સ્થાનકમાં ઘ્વજારોહણ કરી દેશ અને ગુજરાતની સુખાકારી અને સમૃદ્ધિ માટે માં અંબેના ચરણોમાં શિષ નમાવી પ્રાર્થના કરી છે. લોકોના હક અધિકાર માટે તથા અન્યાય સામે લડવા માટે માતાજી શક્તિ આપે અને જે લોકો દેશમાં લોકશાહી બચાવવા લડી રહ્યા છે તેમને માતાજી સામર્થ્ય આપે. આજે સૌ કોંગ્રેસના કાર્યકરોએ સંકલ્પ કર્યો છે કે તેઓ અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે કટિબદ્ધ રહશે.અમિત ચાવડાએ આ પ્રસંગે અંબાજી મંદિર પરિસરમાં ૧૦૧ કિલો પરંપરાગત મોહનથાળનો પ્રસાદ ભાવિક ભક્તોને વહેંચવાનો લાભ લીધો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા દ્વારા ૨૦૨૨માં આ જ રીતે ધર્મ સ્થાનક ડાકોર અને ફાગવેલ ખાતે ધજારોહણ કરી તેમનો જન્મદિવસ સાથી મિત્રો અને કાર્યકર્તાઓ સાથે ઉજવવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com