અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર , ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા જરૂરી સૂચનો કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ તથા અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.એસ.મિયાત્રા તથા પો.સ.ઇ. ડી.આર.મકવાણા, (SHE TEAM) તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે આજરોજ બપોરે ૧૧ થી ૧ દરમ્યાન અમરાઇવાડી, જોગમાયાનગર ગેટ નં-૪, જોગણીમાતાના મંદીર પાસે “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જોગમાયાનગરના ૧૦૦ થી ૧૫૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહ્યા હતા.