અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. વી.કે.દેસાઈ તથા પો.કો. અવિનાશસિંહ તથા પો.કો. હરપાલસિહ દ્વારા ઈગ્લીશ દારૂની હેરાફેરી કરતાં આરોપી ભીખારામ મગલારામ ભીલ , ગૌતમચંદ ઓમારામ ચૌધરી, રાજસ્થાનને સી.ટી.એમ. ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા છે.આરોપીના કબજાની લકઝરી બસ નંબર AR-06-B-0434 સાથે ઝડપી પાડેલ જે લકઝરી બસની ડેકીમાં તપાસ કરતા અલગ અલગ બોક્ષમાં છુપાવેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બિયરની નાની મોટી બોટલો નંગ ૬૬૬ કિ.રૂ. ૧,૩૭,૫૭૫ /-, લકઝરી બસ કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૩ કિ.રૂ. ૨,૫૦૦/- તમામ મળી કુલ્લે રૂ.૧૬,૪૦,૦૭૫/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આરોપીઓએ જણાવેલ કે અન્ય વાહનો મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકાય તેમ ન હોય જેથી છેલ્લા એકાદ માસથી લકઝરી બસ મારફતે ઈંગ્લીશ દારૂ ગુજરાતમાં લાવી વેચાણ કરતાં હોવાનું અને અગાઉ ત્રણેક વખત આ રીતે ઈગ્લીશ દારૂનો જથ્થો લાવી સુરત કડોદરા ખાતે રહેતા મનિષ નામના વ્યકિતને પહોચાડેલ હોવાની કબુલાત કરી હતી. આરોપીઓ સામે ઈગ્લીશ દારૂના જથ્થા બાબતે કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઈ. વી.કે.દેસાઈ ચલાવી રહ્યાં છે.