ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા કાગળ ખરીદીમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયાં હતા અને તેની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ પહોંચી હતી.
આ ઘટના વચ્ચે સરકારના જ પ્રિન્ટીગ વિભાગના ટેન્ડરના ભાવ ખુલતા કૌભાંડની આશંકાઓ વધુ પ્રબળ બની હતી અને ટેન્ડર રદ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ કોઈપણ ભોગે ટેન્ડર રદ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમા એક એવો ભય ફેલાવવામાં આવ્યો હતો કે, આ વખતે સ્કૂલોમાં સમયસર પાઠયપુસ્તકો પહોંચશે નહી.પુસ્તકો સમયસર પહોંચશે નહીં અને જાે પહોંચાડવા હોય તો તાત્કાલીક કાગળની ખરીદી કરવી પડશે તેવા દાવો પણ કેટમાક શખ્સો દ્વારા કરવામાં આવ્યાં હતા. નિષ્ણાંતો કહે છે કે, હાલની સ્થિતિએ અંદાજે દ૫ ટકાી વધુ પુસ્તકો છપાઈ ગયાં છે, પરંતુ આ ભય માત્રને માત્ર એટલા માટે જ ફેલાવવામાં આવી રહ્યો છે કે, હાલનું કાગળ ખરીદીનું ટેન્ડર રદ ન થાય. પાઠયપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવા માટેનું ૩૨ હજાર મેટ્રીક ટન મેપીથી કાગળ ખરીદવાનું રૂ.૩૭૧ ૨૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ટેન્ડર ચોક્કસ નક્કી કરેલી કંપનીને જ મળે તેના માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને તત્કાલીન ડાયરેક્ટર રતનકુંવર ગઢવી ચારણની રહેમ નજર હેઠળ ટેન્ડરની શરતો રાતો રાત ઉડાવી દેવામાં આવી હોવાના આક્ષેપો થયાં છે. આ શરતો હટાવતાં પ્રતિકિલોએ રૂ.૧૦૮.૮૦ના ભાવે ટેન્ડર ખુલ્યું. આ કૌભાંડની આખી પૌલ સરકારના જ પ્રિન્ટીંગ વિભાગના તાજેતરમાં ખુલેલા ટેન્કરમાં ઉઘાડી પડી ગઈ છે.