ભારતમાં કોરોના વાયરસ હાલ આ સ્ટેજમાં, ચોથા સ્ટેજે ભયંકર સ્થિતી ઉદભવી શકે  

Spread the love

કોરોના વાયરસ માટે ભારતમાં Indian Council of Medical Researchના 72 લેબ હાલમાં તપાસ કરી રહ્યા છે, તથા ખાનગી એનએબીએલથી માન્યતા પ્રાપ્ત લેબ ટૂંક સમયાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ શરૂ કરી દેશે. આ જાણકારી ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે મંગળવારના રોજ આપી છે. તેમણે તમામ ખાનગી લેબોરેટરીને અપીલ કરી છે કે, કોરોના વાયરસની મફતમાં તપાસ કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે હાલમાં આઈસીએમઆરની 72 લેબ કામ કરી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં વધુ 49 લેબ કામ કરવાનું શરૂ કરી દેશે.

ભાર્ગવે આ અંગે જણાવ્યું હતું કે, વાયરસના ફેલાવો સ્તર હાલમાં બીજા સ્ટેજમાં છે. તેમણે કહ્યું હતું કે, આ વાયરસના 4 સ્ટેજ હોય છે. જેમાં ત્રીજો સ્ટેજ કમ્યૂનિટી ટ્રાંસમિશન છે. એટલે કે, સામુદાયિક સંચાર, આપણે આશા રાખીએ કે, તેવું અહીં ન થાય. આ એ વાત પર નિર્ભર કરે છે કે, આપણે આપણી આંતરિક મર્યાદાઓ કેટલી હદે બંધ કરી શકીએ છીએ. જેને લઈ સરકારે ઘણી હદે પગલા ભર્યા છે. પણ અમે એવુ નથી કહી શકતા કે, આ વાયરસ સામૂહિક ફેલાવો નહીં થાય. ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને જરૂરી પગલા ભરવા જણાવી દીધુ છે. જેમાં સરકારી ભવનોમાં પ્રવેશ પર થર્મલ સ્કેનર લગાવવા, હેંડ સેનેટાઈઝર ફરજિયાત રાખવું, બહારના લોકોને હતોત્સાહિત કરવા અને તત્કાલ પ્રભાવથી બહારથી આવતા લોકોને વિઝિટર પાસ આપવાથી રોકવાનું કહેવામાં આવ્યું છે. ફક્ત એવા લોકોને જ પ્રવેશ આપવો જેની પાસે મંજૂરી હોય. ઉપરાંત સરકારે મનોરંજનના કેન્દ્ર, સરકારી ભવનો, જિમ વગેરે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતમાં કોરોનાના 117 કેસ સામે આવ્યાં છે જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. ઉપરાંત 10 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના 89 કેસમાંથી દિલ્હીમાં કોરોના વાયરસના 6, હરિયાણામાં 17, કેરળમાં 22, રાજસ્થાનમાં 3, તેલંગાણામાં એક, ઉત્તર પ્રદેશમાં 11, લદ્દાખમાં 3, તમિલનાડુમાં એક, જમ્મુ કાશ્મીરમાં 2, પંજાબમાં એક, કર્ણાટકમાં 7, આંધ્રપ્રદેશમાં એક કેસ અને મહારાષ્ટ્રમાં 33 કેસ સામે આવ્યાં છે. ચીનના વુહાનથી શરુ થયેલા કોરોનાએ દુનિયાના 127 દેશોમાં પગપેસારો કર્યો છે. ચીનમાં તો કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં મૃત્યુ દર વધી રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાથી દુનિયાભરમાં 4900થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

કોરોના વાઈરસથી મંગળવાર સુધી 162 દેશોમાં ઈન્ફેક્શન ફેલાયું છે. અત્યાર સુધી કુલ 1,84,133 કેસ નોંધાયા છે. દુનિયામાં કુલ 7,332 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 79,927 લોકો ઈન્ફેક્શનથી સાજા થઈ ગયા છે. ફ્રાન્સમાં વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને નિયમો વધારે કડક કરવા આવ્યા છે. હવે કોઈ પણ સામાજિક કે પારિવારિક કાર્યક્રમમાં લોકોને ભેગા થવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ સતત કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધી રહી છે. હાલ પાકિસ્તાનમાં કુલ 193 કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. ઈઝરાઈલમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 304 થઈ છે. દેશની 22 હોસ્પિટલમાં 238 દર્દીઓ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com