મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ બનાવી છે. લોકસભા જીતવા માટે ભાજપે મેગા પ્લાન બનાવ્યો છે. આ માટે ગુજરાતભરમાં ૩૦ મેથી ૩૦ જૂન સુધી ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલશે. માત્ર ગુજરાત જ નહિ, રાજ્ય સહિત દેશભરમાં મેગા અર્નિયાન આલશે. એક મહિનાના અભિયાનમાં અનેક મોટી રેલીઓનું આયોજન કરાયુ છે.જેમાં ઘણી રેલીઓને પ્રધાનમંત્રી મોદી સંબોધિત પણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રીઓને વિવિધ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદ આવશે. તો ગુજરાતમાં પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે.
મહત્વનું છે કે ૨૬ મે ૨૦૧૪ ના રોજ પ્રથમ વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી હતી. ત્યારે આ સમય દરમિયાન તેમની સરકારે કરેલી કામગીરીને લઇ લોકો સુધી જનસંપર્ક કરવામાં આવશે. જેમાં સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના અપાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષક, વકીલ, તબીબો, ખેલાડીઓ, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના અપાઈ છે. કેન્દ્રમાં મોદી સરકારને ૯ વર્ષ પૂર્ણ થતા ભાજપનો જનસંપર્ક અભિયાનને લઇ મેગા પ્લાન બનાવ્યો છે. તે માટે ૩૦ મે થી ૩૦ જૂન સુધી ચાલનારા આ અભિયાનને લઇ આજે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદમાં આવનારા છે. અનુરાગ ઠાકુર સહીત કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપાઈ છે. એક મહિના ચાલનારા આ અભિયાનમાં દેશભરમાં મોટી રેલીઓનું પણ આયોજન થશે, જેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રેલીને સંબોધિત કરી શકે છે.
૨૬ મે ૨૦૧૪ ના રોજ પ્રથમ વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી હતી. આ સમય દરમિયાન તેમની સરકારે કરેલી કામગીરીને લઇ લોકો સુધી જનસંપર્ક કરવામાં આવશે. ગુજરાતમાં પણ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોને લોકસભાની ચૂંટણી માટે મહત્વની જવાબદારીઓ સોંપાઈ શકે છે. લોકસભાની ચૂંટણી હોઈ સાંસદોનું એક્ટિવ થવુ જરૂરી છે, તેથી સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના આપી દેવાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષકો, વકીલો, તબીબો, સ્ટાર ખેલાડીઓ, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના આપી દેવાઈ છે. દેશભરમાંથી લોકસભાની ૧૬૦ જેટલી સીટ ઉપર ભાજપ પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્નશીલ કરી રહ્યું છે, જેથી ફરીથી ભાજપની સરકાર બને. બીજી તરફ જે સીટ ઉપર ભાજપની જીત નક્કી લાગતી હ્યેય ત્યાં લીડ સાથે જીતવાનો ઉદ્દેશ્ય છે.