મોજે કુડાસણ ટી.પી.સ્કીમ નં.૬ ના ફાઈનલ પ્લોટ નં.૧૭૧ માં સ્કીમ નામે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ તરફથી પ્રોજેકટ એમ.આઈ.જી.-૧ કુડાસણ રહેણાંકના આવાસોની મુશ્કેલ, જેમાં ફલેટ લેવા ઈચ્છતા વ્યકિતઓ ધ્વા૨ા અરજીઓ ક૨ેલ હતી અને તેમાં પારસભાઈ પીનાકીનભાઈ યાજ્ઞિક, શ્રીમતી જીગીશા શશીકાન્ત કનોડીયા, શ્રીમતી આરતીબેન વિરેશકુમાર શાહ, શ્રી ૨મેશભાઈ વસ્તાભાઈ વણક૨, શ્રીપ્રકાશ હસમખુલાલ જાેષી, માલતેશ પ્રેમચંદ સિમ્પી, શ્રી ગૌતમભાઈ ડાહયાભાઈ વાણીયા, શ્રમતિ ભકિતબેન ચિ૨ાગભાઈ લેખડીયા, શ્રી ૨મેશભાઈ વાડીલાલ દ૨જીનાઓએ સદરહુ સ્કીમમાં આવાસ મેળવવા માટે અરજી કરેલ હતી અને તેઓને ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં તા.૨૭.૯.૨૦૧૭ ના રોજ જુદા જુદા યુનીટ ફાળવવામાં આવેલ હતા.ગુડા ધ્વારા સદરહુ પ્રોજેકટ નામે એમ.આઈ.જી.-૧ કુડાસણની નોંધણી ૨૨ ઓથોરીટી સમક્ષ કરાવેલ જે મુજબ નોંધણીથી પોજેકટ પૂર્ણ થવાની અંતિમ તા.૩૦.૬.૨૦૨૦ જાહે૨ ક૨વામાં આવેલ. ગુડા ધ્વારા દર્શાવેલ સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ ન થતા ગુડા તરફથી ૨/૩ એલોટીઓની સહમતી વિના પ્રોજેકટ પૂર્ણ થવાની તારીખ લંબાવવા માટે અરજી કરવામાં આવી જે મુજબ પ્રોજેકટ પૂર્ણ થવાની નવી તા.૩૦.૧૨.૨૦૨૧ જાહેર કરેલ.ગુડા ધ્વારા ડીસેમ્બર-૨૦૧૯ સુધીમાં પૂર્ણ ક૨વાનો હતો પરંતુ તે સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ કરેલ ન હોય તેથી પ્રોજેકટમાં આવાસો ફાળવાયેલ હોય તેવા ઈસમોએ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટ૨ી એકટ ૨૦૧૬ ની જાેગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ કરેલ ન હોય અને એલોટીઓએ આવાસની પુરેપુરી ૨કમ જમા કરાવી દીધેલ હોય અને નિયત સમયમર્યાદામાં આવાસોનો કબજાે એલોટીઓને મળેલ ન હોય એલોટીઓએ કબજાે ભોગવટો જુન–૨૦૨૨ માં આપેલ હોય તેથી તેઓએ ૨ે૨ા ઓથોરીટી સમક્ષ વિલંબથી કબજા આપવા બાબત ૧૨% ટકા લેખે વ્યાજ અપાવવા માટે અ૨જી ગાંધીનગરના એડવોકેટ શ્રી નમન કમલનયન બ્રહમભટ્ટ મારફત કરેલ હતી. ૨૨ ઓથોરીટી સમક્ષ બંને પક્ષકારોની ૨જુઆત ધ્યાનમાં લેતા ગુડા ઓથો૨ીટી ધ્વા૨ા મોજે કુડાસણમાં આવેલ ફાઈનલ પ્લોટ સર્વે નં.૧૭૧ ઉપ૨ એમ.આઈ.જી.-૧ કુડાસણના નામે મુકેલી સ્કીમમાં નિયત સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ નહીં થતા સમય વધા૨ો માગવામાં આવેલ જે મંજુ૨ થયેલ જે મુજબ પૂર્ણ થવાની તા.૩૦.૧૨.૨૦૨૧ જાહે૨ ક૨ેલ હતી. પ્રોજેકટના એલોટીઓએ ગુડા વિરૂધ્ધ અલગ અલગ નંબરથી ફરીયાદ કરેલ, ફરીયાદની વિગતો ધ્યાને લેતા રેરા ઓથોરીટી ધ્વા૨ા એલોટીઓની તેમજ ગુડા ત૨ફેની ૨જુઆતો ધ્યાને લઈ ગુડા ઓથોરીટી ધ્વારા એલોટીઓએ તા.૩૦.૧૨.૨૦૨૦ સુધી પૂર્ણ અવેજ ચુકવી દીધેલ હોય તેથી તા.૧.૧.૨૦૨૧ થી અગર પૂર્ણ અવેજની ૨કમ ચુકવાયેલ તારીખથી કબજાે સોંપ્યા તારીખ સુધીનુ ચુકવેલ અવેજની ૨કમ ઉપર વાર્ષિક ૧૨% ટકા લેખે વિલંબથી કબજા વ્યાજ ચુકવી આપવા અંગે હુકમ કરેલ છે.