ગુજરાતની મુલાકાતે આવતા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગાંધીનગર ખાતે પણ યોજાયો હતો. ઝુંડાલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉમટી પડ્યાં હતા. જાેકે રવિવારે મોડી સાંજે પડેલા વરસાદને પગલે ભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા. દરબારમાં હાજર ભક્તોએ ખુરશીઓ માથે થઈ લઈ હતી. તો કેટલાક ભક્તોએ કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા અગાઉ પોતાના મંચ પરથી નિવેદન અપાયું હતું કે, ‘તમે મને સમર્થન આપો, હું હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ શ્વાસ લઈશ.’ ગુરૂ વંદના મંચ દ્વારા રવિવારે ઝુંડાલ પાસે રાઘવફાર્મ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરમાંથી સાધુસંતો અને આમંત્રિતો હાજર રહ્યાં હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને ગુરૂવંદના મંચે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ગુરૂવંદના મંચ સપ્તર્ષી પરિષદના પ્રમુખ તરીકે કનીરામ દાસ મહારાજ છે, જ્યારે પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારા પણ રાષ્ટ્ર વંદના મંચના ગુજરાત પ્રમુખ તરીકે તેની સાથે સંકળાયેલા છે. ગુરૂ વંદના મંચનું માનવું છે કે, રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જાેઈએ જે ધિરેન્દ્ર શાસ્ત્રીના હિન્દુ રાષ્ટ્રના વિચાર સાથે સંસંગત છે. ધર્મસત્તા રહિત હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરી શકાય નહીં. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના જલ્દી ચરીતાર્થ થાય તે માટે ગુરૂ વંદના મંચના સૌ સાધુ-સંતો પોતાના સાથસહકારની જાહેરાત કરી હતી.