બેન્ક ની બેદરકારીના કારણે અન્યના ખાતામાં નાણાં જમા થઈ જતા ટ્રાન્જેક્શન ની રકમ, વ્યાજ ,માનસિક ત્રાસ સહિત ચુકવવા આદેશ

Spread the love

રાજ્યમાં ઘણીવાર બેંકોના કર્મચારી પણ ધ્યાનમાં ન આપતા ઘણીવાર સહન કરવાનું ગ્રાહકે આવે છે, ત્યારે પ્રાપ્ત વિગતનુસાર ફરિયાદીના નાણા બેંકની બેદરકારીના કારણે અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ જતા ટ્રાન્જેક્શનની રકમ ₹80,000 વ્યાજ માનસિક ત્રાસ તથા ખર્ચ સહિત સામા વાળા પાસેથી પરત મેળવવા ફરિયાદ કરેલ ,ત્યારે ફરિયાદી ની હકીકતમાં બેંકમાં ખાતું ધરાવે છે ,ફરિયાદીએ તારીખ 23/ 11 /2022 ના રોજ સવારે એસબીઆઇ દહેગામ શાખા થી તેમના ખાતામાંથી 80000 RBLબેંક RA (ફોર્ટ બ્રાન્ચ) માં “વામનરાવ” KPN 3870NIFC કોડ નં RATN 0000070 માં ટ્રાન્સફર કરવા કાઉન્ટર ફોલિયોમાં સાચી વિગત ભરીને આપેલ હતી. તેમ છતાં બેંકના જવાબદાર અધિકારી દ્વારા સદર રકમ અન્ય વ્યક્તિના આરબીએલ બેંક, ઓરંગાબાદ શાખાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધેલ ,જેની જાણ ફરિયાદીને 25/ 11/ 2022 ના રોજ થયેલ ,સદર બાબતની જાણ ફરિયાદીએ બેંકના જવાબદાર અધિકારી સાથે કરતા તેમણે ચાર દિવસમાં નાણાં પરત મળી જશે તેમ જણાવેલ, જે રકમ ફરિયાદીને આજ દિન સુધી ન મળતા બેંકના સ્ટાફની મહિલા વારંવાર બેંકમાં ન આવવા જણાવેલ, ત્યારે સામા વાળા બેંકની બેદરકારીને કારણે ૮૦ હજારનો ચુનો ગ્રાહક શું કામ ભોગવે?

ગ્રાહકે ત્યારબાદ ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરીને દહેગામ મારફતે સામેવાળાને નોટિસ મોકલેલ પણ નોટિસનો ખુલાસો જવાબ ન આપતા ફરિયાદીએ ના છૂટકે ટ્રાન્સફર રકમ પરત મેળવવા ફરિયાદ દાખલ કરેલ, જે ફરિયાદમાં તમામ પુરાવા રજૂ કરતા ચાર મહિના દરમિયાન કોર્ટમાં કોઈ હાજર ન થતા કમિશનર દ્વારા જવાબનો હક્ક પણ બંધ કરેલ ,ત્યારે બેંકની સેવામાં ખામી અને સ્પષ્ટ બેદરકારી પણ જોવાઈ હતી , જે ફરિયાદીએ જે રકમ બેંકે ટ્રાન્સફર ભૂલથી કરી દીધી તે જવાબદારી બેંકની છે, પુરાવા લીસ્ટમાં પણ ફરિયાદી પુરવાર કરી શક્યા છે તથા ગ્રાહક દ્વારા કરેલ કેસમાં જવાબ શુધ્ધાં ન આપતા બેન્કના ભૂલ અને ગોટાળો દેખાઈ આવતા ગ્રાહક સુરક્ષા કમિશનર દ્વારા ફરિયાદ સામા વાળાને 5,000 કોસ્ટ, 80000 ,9 ટકા વ્યાજ સહિત, દિન 30 માં ચુકવી આપવા નો હુકમ પ્રમુખ DT સોની, સભ્ય જીગર પી જોશી દ્વારા કરવામાં આવ્યો છે અને વધુમાં ફરિયાદીને સામા વાળા દ્વારા જે ત્રાસ પેટે 7000 ચૂકવી આપવા પણ હુકમ કરાયો છે.

બોક્સ
ઘણીવાર બેંકની ભૂલના કારણે અનેક વખત ગ્રાહકોએ શોષાવવું પડે છે, ત્યારે બેન્કની ભૂલ છતાં ગંભીરતા ન લેતા અને મહામુલી રકમ જતી રહે તે ગ્રાહક ક્યાંથી સહન કરે? ત્યારે બેંક દ્વારા જવાબ ન અપાતા આખરે ગ્રાહકને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર ગાંધીનગર થી ન્યાય મળ્યો ,ત્યારે જે ફરિયાદીએ ત્રાસ ભોગવ્યો તેના પણ માનસિક ત્રાસ પેટે નાણાં ચૂકવવા હુકમ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com