અધિકારીઓની બદલી માટે મુખ્યમંત્રીને ભલામણ ન કરવા આદેશ, મુખ્યમંત્રી કાર્યાલયનું સીધો સંપર્ક ન કરવા સૂચના

Spread the love


રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ સામાન્ય રીતે બદલી માટે ઉચ્ચ અધિકારીઓને કહેતા હોય છે. તેમ છતા જાે તેમની બદલી ન થાય તો તેઓ ધારાસભ્ય, સાંસદ અને કેબિનેટ કક્ષાના મંત્રીને આ અંગે રજૂઆત કરતા હોય છે. ઘણીવાર વારંવાર રજૂઆત કરવા છતા જાે બદલી ન થાય તો કર્મચારીઓ આ અંગે ભલામણ મુખ્યમંત્રીને કરતા હોય છે. ત્યારે હવે રાજ્યના ઊર્જા વિભાગે અધિકારીઓને બદલી માટે મુખ્યમંત્રીને સીધી ભલામણ ન કરવા આદેશ કર્યો છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જણાવાયું છે કે તેમણે તેઓની સેવાકીય બાબતો જેવી કે, બઢતી, બદલી, ઉચ્ચતર પગાર-ધોરણ, ખાતાકીય તપાસ અથવા નોકરીને લગતી અન્ય કોઈ બાબતો અંગે મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરવો નહીં સદર પ્રકારની રજૂઆતથી સર્વિસ રેગ્યુલેશન ૨૩૨ અને ૨૩૩નો ભંગ થાય છે.
પોલીસ વિભાગમાં પણ બઢતી અને બદલી માટે અવારનવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલીસકર્મીઓ પોતાના મનપસંદ પોસ્ટિંગ માટે અવારનવાર ભલામણો કરતા હોય છે. રાજ્યના સરકારી વિભાગોમાં બઢતી અને બદલી માટે કર્મચારીઓ ઘણી વખત ગાંધીનગરના ધક્કા પણ ખાતા હોય છે. પોતાની બદલી માટે કર્મચારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને મળી ભલામણ કરતા હોય છે. તેમ છતા જાે કામ ન થાય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ભલામણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com