વોન્ટેડ આરોપી પ્રકાશ ચુનીલાલ કાકલીયા જૈન
આરોપી વિરુધ્ધ પ્રાણીઓના અમુલ્ય અંગો જેવા કે વાઘનું ચામડુ એક ,હાથીદાંત બે ,હરણના સિંગડા બે ,શિયાળની એક પુંછના અવશેષો ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો દાખલ
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર કાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઈ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઈ. વી.આર.ગોહિલ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ તથા હે.કો. ભવાનીસિંહ હરૂમા તથા પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કો. અરવિંદભાઇ હરદાસભાઇ દ્વારા તામિલનાડુ ફોરેસ્ટ વિભાગ ત્રિચી રેન્જના ગુના નં. ૦૮/૨૦૨૩ વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ ની કલમ- ૨, ૩૯(બી), ૪૪, ૪૯(બી), ૫૦, ૫૧ વિગેરે મુજબના મુખ્ય વોન્ટેડ આરોપી પ્રકાશ ચુનીલાલ કાકલીયા જૈનને પકડી તામિલનાડુ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપેલ છે.
તામિલનાડુ રાજ્યના તિરૂચિરાપલ્લી રેન્જ, ત્રિચીમાં તા. ૦૫/૦૪/૨૩ ના રોજ આ કામના આરોપી વિરુધ્ધ પ્રાણીઓના અમુલ્ય અંગો જેવા કે વાઘનું ચામડુ એક ,હાથીદાંત બે ,હરણના સિંગડા બે ,શિયાળની પુંછ એકના અવશેષો ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો દાખલ થયેલ છે. આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી પ્રકાશ ચુનીલાલ જૈન ૧૯૯૨ થી ૨૦૦૬ સુધી તામિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો જે ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર-નવાર આવતો જતો રહેતો અને વિરપ્પનની પત્નિના નામથી પણ વાકેફ હતો અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથીદાંત જોઇતા હોય તો મંગાવી આપશે તેવું તપાસ દરમ્યાન જાણવા મળેલ હતું. જેથી તામિલનાડુ રાજ્ય પોલીસ તેમજ તામિલનાડુ ફોરેસ્ટ વિભાગમાં સંપર્ક કરતાં આરોપી વિરુધ્ધ ફોરેસ્ટ વિભાગમાં પ્રાણીના અંગો અવશેષો ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો દાખલ થયેલ હોય, ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી ઉપર સતત વોચ રાખી આરોપીને પકડી પાડી તામિલનાડુ રાજ્યના ફોરેસ્ટ વિભાગને સોંપેલ છે.
આરોપીનો ગુનાહીત ઈતિહાસ:-
આરોપી અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દોઢેક માસ પહેલાં હાથી દાંત રૂ.૩૫,૦૦,૦૦૦ ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ-૩૭૯, ૪૧૧ તથા વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ ની કલમ- ૩૯, ૪૩(૧), ૪૩(૨),૪૪, ૪૯(બી), ૫૦, ૫૧(૧), ૫૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.