કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન પત્ર :  રોડમાં ખાડા અથવા રોડ તુટશે તો રોડનું નામાભિધાન સંબધિત અધિકારીના નામે થશે 

Spread the love

અમદાવાદ

કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા, મ્યુનિ. કાઉન્સીલરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. અમદાવાદમાં તાજેતરમાં પડેલ ૩ થી ૪ ઇંચ વરસાદમાં પ્રી- મોન્શન પ્લાન નિષ્ફળ મુવીનું ટ્રેલર બન્યું હતું. તમામ રોડ પર ટ્રાફિકજામ અને સીઝન શરૂ થાય તે પહેલાં પડેલ એક જ વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશિયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બન્યા હતા.૧૨ જેટલા સ્થળે રોડ બેસી ગયા, ૬ સ્થળે ભુવા પડયાં અને ૨૫૬ જેટલા સ્થળે પાણી ભરાયાંની પરિસ્થિતિ સર્જાવા પામેલ હતી.ગત વર્ષ તથા ચાલુ વર્ષના મળી કુલ ૨૦૦૦ કરોડના ખર્ચે બનતાં નવા રોડ તુટી જાય છે, તેમજ ભાજપના આંતરિક જુથવાદને લઇને એસ.ટી.પી પ્લાન્ટ તથા જુની ડ્રેનેજ લાઇના અપગ્રેડ કરવા માટેની રૂા.૩૦૦૦ કરોડની લોન વર્લ્ડ બેંક તરફથી અટકાવી દેવામાં આવેલ છે જેથી કામો થઇ શક્યાં નથી જેને કારણે પ્રજા હેરાન પરેશાન થયેલ છે. ચોમાસાની સિઝનના આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તેવી ભીતી પણ છે ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી તાકીદે પ્રી-મોન્સુન એકશન પ્લાનનો સંર્પૂણ અમલ કરાવી શહેરના નગરજનોને પડતી તમામ હાલાકી માંથી મુક્તિ અપાવવા કાર્યવાહી કરવા તેમજ આગામી ચોમાસાની સિઝનને તેમજ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી પ્રી-મોન્સુન એકશન પ્લાનની કામગીરીનું મોનીટરીગ થાય, પ્રી-મોન્સુન એકશન પ્લાનની બાકી રહેલ કામગીરી તાકીદે યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ તે કામગીરીમાં થતાં વિલંબ દુ;લક્ષ તથા ગેરરીતી બાબતે જે કોઇ જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરી તેઓની સામે પગલાં ભરવા તથા આગામી દિવસોમાં વરસાદી પાણીને કારણે રોડ પર ખાડા પડશે અથવા રોડ તુટી જશે તે રોડનું નામાભિધાન સંબધિત અધિકારીના નામે રોડનું નામાકરણ કરવામાં આવશે તેવી મેયરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com