હાટકેશ્વરમાં કૉંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં  મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી સમસ્યાની રજૂઆતો થઈ

Spread the love

અમદાવાદ

હાટકેશ્વર બ્રિજ નીચે અમરાઈવાડી વિધાનસભામાં બુધવારે અમદાવાદ ખાતે જનમંચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

અમદાવાદ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,

1. ભારે અને કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ડ્રેનેજની સુવિધાના અભાવથી અનેક વિસ્તારની જનતા ત્રાહિમામ

2. ખારીકટ કેનાલની સાફ સફાઈ થતી નથી, ગંદકી અને દુર્ગંધથી આસપાસ રહેનારા લોકો પરેશાન.

3. મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત, ઘર કેમ ચલાવવું તેની ચિંતામાં શહેરજનો.

4. હાઉસિંગ કોલોની જર્જરિત અવસ્થામાં, લોકોને જીવનું જોખમ, સરકાર સાવ બેદરકાર.

5. RCC ના બદલે ડામર રોડ અને એમાં પણ ભાજપના લોકોનો ભ્રષ્ટાચાર.

6. કચરાના પ્રબંધન અને સાફ સફાઈ જેવા કામમાં પણ ભાજપના મળતિયાઓને વ્યાપક ભ્રષ્ટાચાર.

7. નવ વર્ષથી આંગણવાડી બની હોવા છતાં શરૂ કરવામાં આવતી નથી, વિકાસની વાતો ફકત કાગળ પર.

8. કોમન પ્લોટ પચાવી પાડવામાં બાહુબલી ગુંડાઓને ભાજપના મળતિયાઓનો સાથ.

9. પબ્લિક પાર્કિગની રોડ પર કોઈ વ્યવસ્થા નથી અને દર વર્ષે વરસાદના લીધે પાણી ભરાઈ જવાથી રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા સાવ ખરાબ દશામાં.

10. દારુ, જુગાર, ડ્રગ્સ ખુલ્લેઆમ મળે છે, કાયદો વ્યવસ્થા ખાડામાં.

11. પૂર્વ વિસ્તારમાં કમાણી કરીને પશ્ચિમ વિસ્તારમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

12. એકસપ્રેસ-વે પાસે જ બસસ્ટેન્ડ હોવાથી કાયમ ટ્રાફિકની સમસ્યા યથાવત. સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી. ખુબ મોટી સંખ્યા માં અમદાવાદ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ* ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત *જનમંચ* એ આપ્યો.

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ *શ્રી જગદીશભાઇ ઠાકોર*, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા *શ્રી અમિત ચાવડા*,  આગેવાનો *શ્રી ધમભાઈ પટેલ* અને *શ્રીમતી ગીતાબેન પટેલ* ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યો અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com