ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાવરફુલ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે, ત્યારે કામ નહીં કરો તો બીજાને ચાન્સ, ત્યારે રાજકોટ થી લઈને અનેક શહેરોમાં શહેર પ્રમુખો બદલીને નવાને ડ્રાઇવિંગ આપ્યું છે, પણ હા ,અગાઉ પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ ,પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી ,જીતુ વાઘાણી જે ચાર જેટલા પ્રદેશ પ્રમુખો આવ્યા પણ કોંગ્રેસના 149 સીટ નો રેકોર્ડ હતો ,તે કોઈ તોડી શક્યું ન હતું ,ત્યારે સી આર પાટીલ પણ નવું જ ડ્રાઇવિંગ સંગઠનોમાં કર્યું , પણ સી.આર ને કર દિયા કમાલ, હા, તેમનો વિરોધ થયો હતો ,પણ સામે પવને હિંમત કરનાર અને ખાસ પેજ પ્રમુખનો આઈડિયા લાવનારા સીઆર દ્વારા ભાજપને 156 સીટો સાથે કોંગ્રેસનો રેકોર્ડ તોડીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,કેન્દ્રીય ગૃહ મંત્રી નું જે સપનું હતું ,તે સાકાર કરીને બતાવ્યું હતું .ત્યારે આ નહીં ચાલે, આ જ્ઞાતિ જ ચાલે ,હવે એવું નથી ,સી.આર ચાલ્યા હતા , સી. આર. એ ચાલીને બતાવ્યું અને કાર્યકર પણ ચાલશે ,ત્યારે જ્ઞાતિ સમીકરણ હવે નહીં ,સંગઠનમાં એક્કો જ ચાલશે, ત્યારે ભાજપના શહેર પ્રમુખ હાલ રુચિર ભટ્ટ છે અને જિલ્લા પ્રમુખ અનિલ પટેલ છે ,વર્ષોથી શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખમાં
પાટીદારોનો દબદબો રહ્યો છે, ત્યારે વર્ષો પછી રુચિર ભટ્ટને શહેર પ્રમુખ બનાવ્યા , અને નસીબવંતા પણ સાબિત થયા , ભાજપની મહાનગરપાલિકામાં વર્ષોથી ભેળસેળિયા સરકાર ચાલતી હતી, જેમાં કટોકટ સીટો હોવાથી પ્રદેશ કક્ષાએ પણ ચંચુપાત કરી શકાતી ન હતી ,ત્યારે આ વખતે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ બન્યા બાદ ૪૧ સીટો મનપાને મળી છે. જે રેકોર્ડ બ્રેક ગણી શકાય મનપા બની ત્યારથી, આજ દિન સુધી આટલી સીટો આવી નથી, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરની સીટ જે કોંગ્રેસ પાસે હતી, તે ભાજપ પાસે આવી છે, અને આખા જિલ્લા Gj- 18 ખાતે કેસરિયો ,કમળ ખીલ્યું છે, બાકી હાલ ટન ટના ટન ચાલી રહ્યું છે, ત્યારે હવે શહેર પ્રમુખ રુચિભટ્ટને બદલવામાં આવે છે કે પછી કે પછી એક્સટેન્શન ? તે પેચિદો પ્રશ્ન છે હાલ નવા ચહેરામાં જેમના નામો બોલાય છે, તેમાં પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા ,આશિષ દવે ,અતુલ પટેલ, એચ.એમ.પટેલ થી લઈને અનેકના નામો બોલાઇ રહ્યા છે.
ભાજપમાં આજદિન સુધી રાજપૂત સમાજને ક્યારેય પ્રતિનિધિત્વ શહેર કે જિલ્લા પ્રમુખ તરીકે મળ્યું નથી અને હવે જ્ઞાતિ સમીકરણ સંગઠનોમાં નહીં ચાલે સૌ સાથે રાખીને ચાલે એ જ પક્ષને ચલાશે, ત્યારે એમએમ રાણા સંગઠનનો એકકો ગણાય ,કાર્યકરો માટે મજબૂત ગણી શકાય, અગાઉ પોતે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, તથા સંગઠનમાં દરેક ચૂંટણીમાં કટપ્પા એટલે કે ઇન્ચાર્જ બનવામાં આવે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં પોતે GJ- 18 શહેરના ઇન્ચાર્જ હતા, મનપાની ચૂંટણીમાં પણ ઇન્ચાર્જ અને વિધાનસભાની ઉત્તરની સીટમાં પણ ખભા નો ભાર તેમના પર નાખવામાં આવ્યા હતો, પણ હા ,પરિણામ લક્ષી વ્યક્તિ કહી શકાય ,રિઝલ્ટ લાવીને બતાવ્યું ,ત્યારે જોવા જઈએ તો કોમન મેન ગમે ત્યારે વૃક્ષો વાવતા, ખાડા ખોદતા ,હાથમાં પાવડો ,ત્રીકમ સાથે નજરે પણ પડે અને ભાજપના GJ- 18 (શહેર)ના કટપ્પા કહેવાય ,ત્યારે બીજું નામ આશિષ દવેનું પણ ચાલી રહ્યું છે, પોતે નાના કરે છે અને શહેર પ્રમુખ બનવા અગાઉ પણ જણાવેલ પણ પોતે સમય નહીં ફાળવી શકે તેમ કહીને દૂર જતા હતા ,પણ સંગઠનમાં સૌ સાથે રાખીને ચાલવા વાળી વ્યક્તિ અને બિન વિવાદી ,અગાઉ પોતે નગરસેવક, મનપામાં ચેરમેન ,ગુડા ના ચેરમેન પણ રહી ચૂક્યા છે, ભાષણમાં વક્તા ખરા ,ત ત્યારે નોન સ્ટોપ ભાષણ કરી જાણે ,ત્યારે ત્રીજા અતુલ પટેલ છે, સંગઠનમાં વર્ષોથી કામ કરેલ હોવાથી કઈ રીતે કામ કર્યું અને કયા સાફ-સફાઈ કરવી તે કોઈને પૂછવા જવાની જરૂર નથી વર્ષોથી સંગઠન અને ચૂંટણીમાં જવાબદારી લેનારા અતુલ પટેલ ઘડાઈ ચૂક્યા છે બાકી જોવા જઈએ તો નગરસેવકના ઉમેદવાર પણ હોય ,ત્યારે વર્ષોથી સંગઠનમાં હોવાથી પોતે પણ રેસમા હોવાનું સૂત્રો જણાવે છે ,ચોથું નામ એચ.એમ પટેલનું પણ આવે છે ,અગાઉ તેમના માટે જાજમ પાથરી હતી, પ્રમુખ બનવા, પણ મોં ધોવા ગયા, લક્ષ્મી ચાંદલો કરવા આવી તો મો ધોવા ગયા, પણ વર્ષો જૂના સંગઠનમાં અનેક નાના મોટા હોદ્દો પર રહેલા HM ને ઘણા HMT ઘડિયાળ પણ કહે કારણ કે ટાઈમ અને સમયના પાકકા, ત્યારે પોતે જવાબદારી આપતા હોય તો ન થાય તો ના પાડી દે ,તેવો સ્વભાવ અને બિનવિવાદી વ્યક્તિ કહી શકાય, ત્યારે હાલ તો ચાર નામ ચકડોળે ચડેલા છે, બાકી સી આર પાટીલ (પ્રદેશ પ્રમુખ)કોના ખાનગી સીઆર લખે છે અને કોનું નામ સૂચવે છે કે પછી રૂચિર ભટ્ટને રીપીટ કરે છે તે આવનારા થોડા દિવસોમાં જ જાણકારી મળી જશે, પણ હા ઓબીસી ચહેરાની પણ શોધ ચાલી રહી છે, બાકી આજ દિન સુધી બાપુને ચાન્સ નથી મળ્યો, શહેર હોય કે જિલ્લા પ્રમુખ રાજપૂત સમાજને વિધાનસભાની હોય કે સંગઠનનું પદ તે મળી શક્યું નથી, ત્યારે GJ- 18 જિલ્લામાં બાપુને પદ મળે તો ઓબીસી (ઠાકોર સેના)થી લઈને અનેક તેમની સાથે જોડાઈ જાય, ત્યારે હવે પક્ષ પાર્ટીને આગળ ધપાવવા પટેલ , બ્રાહ્મણ પછી હવે વારો બાપુનો ? કે પછી રુચિર રીપીટ?
બોક્સ
ભાજપ શહેર પ્રમુખ તરીકે રુચિર ભટ્ટનો કાર્યકાળ પૂરેપૂરો થવામાં છે, ત્યારે રીપીટ કે પછી નવા ને ચાન્સ? તે પ્રશ્ન યથાર્થ છે, બાકી રુચિર ભટ્ટ નસીબવંતા છે ,અગાઉ માનપામા ભેળસેળિયા સરકાર ચાલતી હતી ,હવે ઓન્લી બીજેપી, ત્યારે શહેર પ્રમુખના શાસનમાં 41 સીટો મનપા, પાંચ સીટો GJ- 18 જિલ્લા તથા શહેર સંગઠનમાં નવા કાર્યકરોની સંખ્યામાં તોતિંગ વધારો, ઉત્તરની સીટ કોંગ્રેસ પાસેથી છીનવી જે શહેર પ્રમુખ રુચિર ભટ્ટના હોદ્દા વખતે મળેલ છે ,જે સુકનવંતા સાબિત થયા છે,
એમ એમ- મહેન્દ્રસિંહ રાણા નામ કાફી છે, બાકી ગમે ત્યાં પાવડો, ત્રિકમ લઈને વૃક્ષો વાવે, સંગઠનમાં પણ એક્કો, સહુને સાથે રાખીને ચાલનારા, ત્યારે Gj- 18 ના કટપ્પા કહેવાય, ભાજપને જે વિસ્તારમાં સમસ્યા હોય ત્યાં આ કટપ્પા ને જવાબદારી સોંપવામાં આવે,
આશિષ દવે શાંત અને સૌને સાથે રાખીને ચાલનારા બાકી સંગઠનમાં ચાન્ચ સારી ડૂબે તેવા
અતુલ સંગઠનનો એક્કો કહી શકાય, જુના જોગી પણ ખરા,
Hm પટેલ બિનવિવાદી, ટાઈમ, સમયના પાક્કા બંધુ
હાલ શહેર પ્રમુખ પદ ભાજપનું અમદાવાદનું ઘોચમાં છે, તે ગુંચ નીકળી જાય એટલે Gj- 18નો વારો