અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વિ.ચંદ્રશેખર અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ તરફથી જિલ્લામાં ગુમ થનારને શોધી કાઢવા સુચના આપેલ જેના અનુસંધાને આર.ડી.ગોજીયા પોલીસ ઇન્સ્પેકટર તથા એસ.એસ.શેખ પો.સબ ઇન્સ તથા સી.કે.રાવ પો.સબ ઇન્સ ચાંગોદર પોલીસ સ્ટેશને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં તપાસ કરતા ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સ ને આધારે તથા મળેલ હકીકતને આધારે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૧૦ ગુમસુધા તથા ૧ અપહરણ ના કામે ભોગ બનેલને આરોપી સાથે શોધી કાઢી હતી.અપહરણ પરત અને ગુમ થનાર પલક , ટીના , જોસનાબેન,લક્ષ્મીબેન, ગીતાબેન , વીકલ ઉર્ફે લક્ષ્મીબેન , જીગ્નેશભાઇ મનુભાઇ પરમાર , ગોપાલભાઇ મનસુખભાઓ કોળી પટેલ , રાજકુમારી ડો.કૈલાસબેન ,આત્મારામભાઇ વાઘેલાને જે ગુમસુધા હતી તેને પરત લાવવામાં આવી.
કામગીરી કરનાર ટીમ
ચાંગોદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.ડી.ગોજીયા તથા પો.સબ ઇન્સ સી.કે.રાવ તથા પો.સબ ઇન્સ એસ.એસ.શેખ તથા એ.એસ.આઇ.બાબુભાઇ પ્રતાપભાઇ તથા એસ.એસ.આઇ મહીપતસિંહ લક્ષ્મણસિંહ તથા એ.એસ.આઇ મહેન્દ્રભાઇ મહાદેવભાઇ તથા અ.હે.કો પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ તથા અ.હે.કૌ ધિરેન્દ્રસિંહ ગુણવતસિંહ તથા અ.હે.કો રોહિતભાઇ મનુભાઇ આ.પો.કો વિપુલસિંહ મદારસિંહ તથા પો.કો વિપુલકુમાર લાલસીંગ તથા અ.પો.કો કિરીટસિંહ ઉદેસંગ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે,