અમદાવાદ
GCCIની મહાજન સંકલન કમિટી તેમજ અન્ય સંલગ્ન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી તા.1/6/2023 થી 14/6/2023 “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન શિબિરનું ઉદ્દઘાટન તા.1/6/2023ના રોજ અમદાવાદ ટીમ્બર મરચન્ટ એસોસિએશનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મણિનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમુલ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા GCCIના માનદ્દ ખજાનચી અપૂર્વભાઈ શાહ, મહાજન સંકલન કમિટીના ચેરમેન આશિષભાઇ ઝવેરી,અમદાવાદ ટીમ્બર મરચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રી અને એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. અમુલભાઈ ભટ્ટે તેમના પ્રસાંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં લોકોમાં રક્તદાન અંગેની જાગૃતિ વધી છે જે થેલેસેમિયાના દર્દીઓ માટે ખુબ મદદરૂપ થઇ રહી છે.તેમેને આગામી 15 દિવસ માટે અન્ય એસોસિએશનોમાં પણ આ રક્તદાન શિબિરના આયોજન માટે GCCIના ઉમદા હેતુની પ્રશંસા કરી હતી. GCCIના માનદ્દ ખજાનચી શ્રી અપૂર્વભાઈ શાહે વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ ટીમ્બર મરચન્ટ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નો આભાર માન્યો હતો અને સમગ્ર શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી. અમદાવાદ ટીમ્બર મરચન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ ચિંતનભાઈ શેઠે આભારવિધિ કરીને સમારોહનું સમાપન કર્યું હતું.આ શિબિરમાં જોડાયેલા એસોસિએશનોને GCCIના હોદ્દેદારોના હસ્તે તા.14/6/2023 ના રોજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આગામી તા.14/6/2022 સુધીમાં બીજા એસોસિએશનમાં રાખેલ રકતદાન શિબિરની માહિતી નીચે આપેલ છે.