અમદાવાદ
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે મેફેડ્રોનનો જથ્થો ૧૨.૨૦૦ મિલી ગ્રામ જથ્થો જેની કુલ્લે કિ.રૂ.૧,૨૨,૦૦૦ તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૨૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડયો હતો.
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચે અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડની સૂચના તથા માર્ગદર્શન આધારે અ.હે.કો. મહેન્દ્રસિંહ રઘુનાથસિંહ નાઓને મળેલ બાતમી આધારે વેજલપુર, ફેક્ટરી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની સામે પલાટીયલ હોમ્સ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી અનસ ઉર્ફે છેસોના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો ૧૨ ગ્રામ ૨૦૦ મિલીગ્રામ કિ.રૂ.૧,૨૨,૦૦૦ તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૨,૬૦૦ની મતા સાથે મળી આવી પકડાયો હતો. આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પો.સ.ઇ. એમ.બી.ચાવડા તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(1) જે.વી.રાઠોડ,પો.ઇન્સ. (2) શ્રી એન.બી.પરમાર, પો.સ.ઇ.
(3) હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ
(4) હે.કો. હરપાલસિંહ પવનસંગ
(5) હે.કો. વિજયસિંહ પબાજી
(6) પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ
(7) પો.કો. સુરેન્દ્રસિંહ અમૃતસિંહ
(8) પો.કો. તરંગકુમાર રમણભાઇ
(9) અ.લો.ર. પ્રણયસિંહ કીરીટસિંહ