અમદાવાદ
આગામી રથયાત્રા અનુસંધાને પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન હેઠળ તથા પો.ઇન્સ. યુ.એચ.વાસાવાના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. પી.આર.બાંગા તથા પો.સ.ઇ. ઝેડ.એસ.શેખની ટીમને મળેલ બાતમી આધારે આરોપી રસીદખાન રહીમખાન પઠાણને વગર પાસ પરમીટની ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે.માં ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ પી.આર.બાગા, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) યુ.એચ.વસાવા,પો.ઇન્સ.
(૨) પી.આર.બાંગા, પો.સ.ઇ.
(૩) ઝેડ.એસ.શેખ
(૪) હે.કો. ભાવનેશકુમાર દિલીપભાઇ
(ફરીયાદી/બાતમી)
(૫) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ
(૬) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(૭) પો.કો. બળદેવસિંહ ઘનશ્યામસિંહ (બાતમી)
(૮) પો.કો. અજયસિંહ મનુભા