અમદાવાદ
તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા આંતકવાદી સંસ્થા અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડેલ હોય જેથી આગામી રથાયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ મે.પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ તથા એ.ટી.એસ. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતાં બાંગ્લાદેશી નાગરીકોની તપાસ કરી મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદના સીધા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચે સ્કોડ વાઇઝ પોલીસ સબ ઇન્સ્પેકટરોની અલગ અલગ પાંચ ટીમો બનાવેલ. જે તમામ ટીમો સ્ટાફના માણસો સાથે ઉપરી અધિકારીઓના સુપરવીઝન હેઠળ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકોની તપાસમાં હતી. જે તમામ ટીમો દ્વારા અમદાવાદ શહેરમાં તપાસ કરી કરાવતા ઓઢવ, સોનીની ચાલી ખાતેથી તથા ઘાટલોડીયા ચાણક્યપુરી જનતાનગર ફાટક પાસેથી તથા ઓઢવ રાજેન્દ્રપાર્ક વેરા પાસેથી તથા ઓઢવ છોટાલાલની ચાલી પાસેથી તથા ઇસનપુર, કોઝી હોટલની ગલી પાસેથી એમ અલગ અલગ જગ્યાઓએ કુલ ૧૮ જેટલા ઇસમોને પકડી પાડી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી તેઓની ઉંડાણપુર્વક પુછ પરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરીક તરીકેનો કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતાં જે તમામ બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરવામાં આવેલ અને સદરી ઇસમો કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે દિશામાં હાલ તપાસ ચાલું છે.