
2024થી ભારતનું વિશ્વગુરુ તરીકે સ્થાપન થાય તેના માટેનો આ એક વર્ષનો અંતિમ પ્રવાસ છે : આગામી દશેરામાં રાહુલની પ્રવૃત્તિઓનું દહન કરી 2024થી ભારતમાં એક નવા રામરાજ્યની શરૂઆત થાય એવું વિઝનને લઈ આ કાર્યક્રમ થકી અમે આગળ ચાલી રહ્યા છે : પ્રકાશ મહેતા
અમદાવાદ
ભાજપના મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યમંત્રી પ્રકાશ મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નવસાલ બેમિસાલ એટલે કે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ યોજના.નવ વર્ષમાં ભારતના દરેક સમાજનો વિકાસ થયેલ છે. નવસાલ બેમીસાલ અંતર્ગત 30 મે થી 30 જૂન સુધી સમગ્ર દેશમાં દરેક કાર્યકર્તા અને સંગઠનના લોકો છેવાડાના માનવી સુધી પહોંચે તે અભિગમ સાથે અમે કામ કરીશું. 2014 પછી આર્થિક સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબ કલ્યાણ યોજના ખેડૂતલક્ષી યોજના મહિલા સશક્તિકરણ વિદેશ નીતિ ક્ષેત્રે ઘણી ઊંચી પ્રગતિ સર કરી. 2014 પહેલા સડક પરિવહન માર્ગ ની ગતિ જોઈએ તો 32 હજાર કિલોમીટરના રસ્તા બન્યા જ્યારે 2014 થી 2023 સુધીમાં એક લાખ કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા. આજે અમેરિકા ચીન અને રશિયા જેવી મહાસત્તા વાળા દેશ પણ ભારતની ભૂમિકા અને તપાસી પછી નિર્ણય કરે છે અને ભારતની નોંધ વિશ્વસ્તરે લેવાય છે. અમેરિકામાં જઈને રાહુલ ગાંધીની ભારત વિશેની પાયમાલ વાતોના જવાબમાં યુએસ પ્રમુખે કહ્યું કે અમે ગાંધીની વાતથી સહમત નથી. એક નેશન એક ટેક્સ એટલે કે જીએસટી નું કલેક્શન દર વર્ષે વધવાથી રાજ્યો વિકાસશીલ ગતિ તરફ આગળ વધી રહ્યા છે. નવ વર્ષની કઠોર તપસ્યાથી વિશ્વમાં એક ઉર્જા પ્રકાશિત થઈ છે. આગામી દશેરામાં રાહુલની પ્રવૃત્તિઓનું દહન કરી 2024થી ભારતમાં એક નવા રામરાજ્યની શરૂઆત થાય એવું વિઝનને લઈ આ કાર્યક્રમ થકી અમે આગળ ચાલી રહ્યા છે. ભારતને વિશ્વ ગુરુના સ્થાન પર પહોંચાડવા માટેનું આ અંતિમ ચરણનું પગલું એટલે આ યજ્ઞ એક વર્ષ ચાલશે . 2024થી ભારતનું વિશ્વગુરુ તરીકે સ્થાપન થાય તેના માટેનો આ પ્રવાસ છે.આ પ્રસંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન ,ભૂષણ ભટ્ટ હાજર રહ્યા હતા.