સીએનજી રીક્ષાઓની ચોરીઓ કરતા બે ઈસમોને પકડતી રામોલ પોલીસ

Spread the love

ચાર સીએનજી રીક્ષાઓ મળી કુલ્ કીમત રૂપીયા ૧,૬૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદ

પો.ક. અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પોક.શ્રી “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર રાણાના માર્ગદર્શન હેઠળ તા:૦૮/૦૬/૨૦૨૩ ના રોજ પો.સ.ઈ એઆર તડવી તથા એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ તથા પો.કો. અજયસિંહ પ્રતાપસિંહ તથા પો.કો પ્રદીપસિંહ ભરતસિંહ તથા પો.કો ચેતનભાઈ રણછોડભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે રામોલ ગામ ત્રણ રસ્તા ખાતે પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ નં.૧ ફીરોજ આદીભાઈ મંસુરી , મુસ્તાક યાકુબભાઈ પટેલને પોતાના કબજાની અલગ અલગ સીનજી રીક્ષા નં.૧ GJ.01.BY.0463 તથા રીક્ષા નં.ર GJ.01.CZ.4721 મળી કુલ્લે કીમત રૂપીયા ૮૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી બન્ને રીક્ષામાં આન આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય તેમજ એક રીક્ષામાં એન્જીન નંબર તથા બીજી રીક્ષામાં ચેચીસ નંબર ઘસી નાખેલ હોય જેથી મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓની વિશેષ પુછપરછ કરતા બન્ને આરોપીઓને પૈસાની જરૂર હોય જેથી તેઓ બન્ને મીત્રોએ રીક્ષાની ચોરીઓ કરવાનુ નક્કી કરેલ અને તેઓ બન્નેએ આજથી બે મહીનાથી આજદીન સુધી અમદાવાદ શહેર ના રામોલ તથા નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અલગ અલગ કુલ્લે ચાર રીક્ષાઓની ચોરીઓ કરેલ અને ચોરી કરેલ રીક્ષાઓ પોતે રામોલ વસ્ત્રાલ નૈયા પેરેડાઈઝ પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં મુકી દીધેલ હોવાનુ જણાવતા બે પંચો રૂબરૂ બીજી બે રીક્ષા કબજે કરી બન્ને આરોપીઓ પાસેથી કુલ્લે ચાર સીએનજી રીક્ષા મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ ૩૭૯ મુજબ તથા ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

પો.સ.ઈએ.આર.તડવી,

એએસ.આઈ મહેન્દ્ર દાજીરાવ ,

પો.કો અજયસિંહ પ્રતાપસિંહ, પો.કો ચેતનભાઈ રણછોડભાઈ ,

પો.કો પ્રદીપસિંહ ભરતસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *