ગણત્રીના કલાકોમાં ઘરકોડ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલતી રામોલ પોલીસ

Spread the love

ચોરીએ ગયેલ મુદ્દામાલ સોનાના દાગીના ૭૦.૫ ગ્રામ તથા ચાંદીના દાગીના ૪૦૦ ગ્રામ મળી કુલ કીમત રૂપીયા ૩,૯૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો

અમદાવાદ

રામોલ પોલીસ સ્ટેશનગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૬૬૬/૨૩ ઈપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામે ફરીશ્રીના રામોલ સુરતી સોસાયટી ખાતે આવેલ મકાન નં.૧૩૩૩ માંથી તા:૦૯/૦૬/૨૦૨૩ ના કલાક ૨૩/૦૦ વાગ્યાથી તા:૧૦/૦૬/૨૦૨૩ ના કલાક ૦૬/૧૫ વાગ્યા સુધીના કોઈ પણ સમય ગાળા દરમ્યાન કોઈ અજાણ્યો ચોર કબાટમાં રહેલ સોનાના દાગીના ૭૦.૫ ગ્રામ તથા ચાંદીના દાગીના ૪૦૦/- ગ્રામ તથા રોકડા રૂપીયા ૧૦૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૪,૦૯,૦૦૦/- ના મત્તાના દાગીના ચોરી કરી લઈ ગયેલ હોય જે મુજબની ફરીયાદ હકીકત આધારે ઉપરોક્ત ગુનો દાખલ કરી સદર ગુનાની તપાસ રામોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ એચ.એ.રાયજાદા નાઓને સોપેલ.

બાદ ઉપરોક્ત અધિકારી શ્રીઓની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એચ.એ.રાયજાદા નાઓએ ગુનાની તપાસ દરમ્યાન ફરીશ્રી રાત્રીના મકાન બંધ કરી તેઓના પરીવારના સભ્યો સાથે સુઈ ગયેલ હતો અને બીજા દીવસે સવારમાં જોતા ઘરમાં ઉપરોક્ત ચોરી થયેલ હોય પરંતુ કોઈ દરવાજો તુટેલ ન હોય તેમજ ઘરમાં પ્રવેશવા માટે કોઈ બીજો રસ્તો ન હોય જેથી પ્રાથમીક દ્રષ્ટીએ ફરીશ્રીના પરીવારના કોઈ સભ્યએ ઉપરોક્ત ચોરી કરેલ હોવાનુ જણાયેલ જેથી પો.સ.ઈ એચ.એ.રાયજાદા નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોની ટીમ બનાવી ફરીશ્રીના પરીવારના સભ્યોની તક-વિતર્ક થી સઘન પુછપરછ કરતા આરોપી રમીઝ ઈરફાનહુસેન શેખ ઉંવ:૩૩ રહે:૧૩૩૩ સુરતી સોસાયટી રામોલ અમદાવાદ શહેર નો કે જે ફરીશ્રીનો જમાઈ થતો હોય અને તે છેલ્લા પાંચ માસથી ફરીશ્રી ના ઘરમાં તેઓની સાથે રહેતો હોય અને તે ઓનલાઈન એપ્લીકેશન માં પૈસા હારી ગયેલ હોય અને તેને પૈસાની જરૂર હોય જેથી પોતે ઘરમાં રહેલ કબાટ માંથી ઉપરોક્ત સોના તથા ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોય અને પોતે સોની કામનો જાણકાર હોય જેથી ચોરી કરેલ બેથી ત્રણ દાગીના ઓગાળી સોનાની રણી બનાવી નાખેલ તેમજ બાકીના દાગીના જેમના તેમ રહેવા દીધેલ અને રોકડા રૂપીયા પોતાના મોજશોખમાં વાપરી નાખેલ અને ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા સોનાની રણી પોતે ઘરમાં છુપાવી દીધેલ હોવાનુ જણાવી ગુનાની કબુલાત કરતા બે પંચો રૂબરૂ આરોપીના જણાવ્યા મુજબ ચોરી થયેલ ઉપરોક્ત મુદ્દામાલ સોનાના દાગીના ૭૦.૫ ગ્રામ તથા ચાંદીના દાગીના ૪૦૦ ગ્રામ મળી કુલ્લે કીમત રૂપીયા ૩,૯૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘરફોડ ચોરીનો અનડીટેક ગુનો શોધી કાઢેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો;

પો.સ.ઈ એચ.એ.રાયજાદા

• અ.હે.કો રમેશભાઈ મગનભાઈ બ.નં ૪૮૫૦

• પો.કો મહીપાલસિંહ માનસિંહ બ.નં.૧૧૨૯૩

*પો.કો પ્રદીપસિંહ ભરતસિંહ બ.નં.૭૦૯૫

વુ.લોકરક્ષક વિરલબેન દામજીભાઈ બ.નં.૧૩૯૧૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *