અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP નાં અમદાવાદ મંત્રી ઉમંગ મોજીદ્રા
સી.યુ.શાહ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી AMC એ સર્ટી પણ આપેલ જેથી કોલેજ ટ્રસ્ટ દ્વારા એક વર્ષ માટે એડમિશન ન ફાળવવા રજૂઆત કરતા યુનિવર્સિટીએ મંજૂરી આપી હતી.
અમદાવાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP નાં અમદાવાદ મંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામના પ્રશ્ન બાબતે સતત સક્રિય રહી ર૦-૦૪-૨૦૨૩ ના રોજ આવેદનપત્ર આપી યુનિવર્સિટી તંત્રને પ્રવેશ સંબંધિત વિવિધ માંગ કરી હતી.જેથી આજે આ મુદ્દે એબીવીપી તરફથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સી.યુ.શાહ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી કોલેજ ટ્રસ્ટ દ્વારા એક વર્ષ માટે એડમિશન ન ફાળવવા રજૂઆત કરતા યુનિવર્સિટીએ મંજૂરી આપી છે. જે મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો.આશ્રમરોડ પર આવેલી સી.યુ શાહ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી કોર્પોરેશન દ્વારા કોલેજની નોટિસને ફટકારવામાં આવી છે, જેથી કોલેજે ગુજરાત યુનિવર્સિટીને રજૂઆત કરી હતી કે, કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓના જીવનનું જોખમ રહેલું છે. માટે આ વર્ષે કોલેજને નવા પ્રવેશ ન ફાળવવા, સી.યુ શાહ કોલેજની રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત યુનિવર્સિટીની નીડ કમિટીમાં કોલેજમાં એડમિશન ન ફાળવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.વધુમાં ઉમંગે કહ્યું કે ઓફલાઈન દ્વારા એક પણ એડમિશનનો પ્રવેશ કોલેજોમાં આપવામાં ન આવે.ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા માંગને લઈને રામધૂન પણ બોલાવવામાં આવી હતી .ગુજ. યુનિ.ખાતે કાર્યકરો બહાર ઓફિસમાં બેસી રહ્યા . જેથી કુલપતિએ બહાર આવીને આવેદન સ્વીકારવું પડ્યું હતું.એબીવીપી દ્વારા સુવિધા કોલેજના ટ્રસ્ટીને પણ રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રવેશ ની પ્રક્રિયા પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે અને આ પ્રવેશ સમિતિને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું સીધું ડાયરેક્શન હોય છે.સી. યુ.શાહ કોલેજની જર્જરીત બિલ્ડીંગ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેનું સર્ટિફિકેટ પણ આપેલું છે જેથી નીડ કમિટીએ તેઓ નિર્ણય લીધો હતો કે પ્રથમ વર્ષમાં એડમિશન આપવું નહીં. આ નિર્ણય સમિતિ નક્કી કરતી હોય છે આ મારો કોઈ વ્યક્તિગત નિર્ણય નથી.તથા આવતીકાલે નીડ કમિટીની બેઠક બોલાવીને આ અંગે ચર્ચા કરવા પણ બાહેધરી આપી હતી.
ગુજરાત યુનવર્સિટી સંલગ્ન એક પણ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજને પ્રવેશ માટે કોઈજ પ્રકારની છૂટછાટ આપવામાં ના આવે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સતત રજૂઆત કરવામાં આવેલ છે સીટ મૅટ્રિક્સ જાહેર થઈ ગયા પછી પણ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ બાબતે કોઈ જ પ્રકારની માર્ગદર્શિતા જાહેર કરવામાં આવેલ નથી. સીટ મૅટ્રિક્સ જાહેર કર્યા બાદ કોલેજોને પ્રવેશ ના ફાળવવાની મંજૂરી એ યુનિવર્સિટીની પ્રવેશ ઉદાસીનતા દર્શાવે છે. યુનિવર્સિટી દ્વારા ખાનગીકરણ ને ભરપૂર પ્રોત્સાહન પૂરું પાડવાની ગતિવિધિના ભાગરૂપે દર વર્ષે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને ડી- એફિલીએશનની મંજૂરી આપી દેવામાં આવે છે. જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સખત વિરોધ કરે છે.આ માંગ નહિ સ્વીકારવામાં આવે તો બહોળા વિદ્યાર્થી હિતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આંદોલન કરવામાં આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ૨૪ કલાકની સમય મર્યાદા સાથે આવેદનપત્ર પાઠવી આ માંગ કરી
* સી. યુ. કૉલેજ ને એડમિશન ના ફાળવવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી તે યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવે,
* ચાલુ શૈક્ષણિક વર્ષ માટે સી. યુ. શાહ કોલેજને પ્રવેશ ના ફાળવવાની મંજૂરી ત્વરિત ધોરણે રદ કરવામાં આવે.
* સી. યુ.શાહ કોલેજ દ્વારા યોગ્ય ધારાધોરણ અપનાવીને રીનોવેશનની પ્રક્રિયા દરમ્યાન બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે વર્ગખંડ અને લેબની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ,
* ચાલુ વર્ષની એક પણ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા ઓફ્લાઈન માધ્યમથી અથવા ઇન્ટર સે મેરીટ રાઉન્ડથી ન કરવામાં આવે