અમદાવાદ
આઇ.જી.પી વી. ચંદ્રશેકર અમદાવાદ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્ય એ પ્રોહી./જુગારની અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ, સાણંદના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિવેકાનંદનગર પો.સ્ટે.ના પોલીસને ખાનગી હકીકત મળેલ કે હાથીજણ ગામ મસ્જીદ પાછળ આવેલ રસ્તા ઉપર કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાથી તીનપતીનો જુગાર રમી/રમાડે છે જે બાતમી આધારે સ્ટાફના માણસો તથા પંચો સાથે હકીકત વાળી જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતા (૧) અકબરમીયા અબ્બાસમીયા મલીક રહે મસ્જીદની પાછળ હાથીજણ ગામ તા સીટી પુર્વ જી.અમદાવાદ (૨) અજરૂદિન અકબરમીયા મલેક ઉ.વ.૩૦ રહે મલેક વાસ હાથીજણ ગામ તા સીટી પુર્વ જી.અમદાવાદ (૩) ફારૂકખાન મોમીનખાન પઠાણ ઉ.વ.૨૯ રહે પઠાણ મહોલ્લો હાથીજણ ગામ તા સીટી પુર્વ જી.અમદાવાદ (૪) સદ્દામહુસેન યુસુફમીયા મલેક ઉ.વ.૨૯ રહે ચૌહાણ વાસ હાથીજણ ગામ તા સીટી પુર્વ જી.અમદાવાદ ઉપરોકત તમામ આરોપીઓ સાથે મળી તીન પત્તીનો જુગાર રમી રોકડ રકમ રૂ.૨૬,૦૫૦/- તથા ગંજીપાના નંગ પ૨ કિ.રૂ.૦૦/- મળી તમામ મુદામાલની કુલ.કિ.રૂ.૨૬,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરી કરવામાં પોલીસ ઇન્સ. એમ.એ.વાઘેલા સા. તથા પો.સ.ઈ.એસ એન ચોધરી સા. અ.હે.કો. મેઘરાજસિંહ દિલુભા,અ.હે.કો હિતેષભાઈ હરજીભાઈ,અહેકો. રાજુભાઈ બાબરાભાઈ, પો.કો. ઇન્દ્રવિજયસિંહ માલદેવસિંહ, પો.કો. ઈન્દ્રજીતસિંહ લાલુભા, પો.કો.લગધીરભાઈ વરવાભાઈ, તથા પો.કો. વિજયસિંહ પ્રભાતસિંહ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.