એ.એમ.સી.એ મલ્ટી મીડીયા કન્સલટન્સીને મ્યુનિ.કોર્પોના વધુ કામો આપ્યા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ તા.૧૫-૦૬-૨૩ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીના આવેલ કામ નં ૧૮ બાબતે અખબારી યાદીમાં જણાવે છે કે થોડા સમય અગાઉ ઔડા દ્વારા મહંમદપુરા ફલાયઓવર બ્રિજ બનાવેલ તે બ્રિજ તુટી જવા પામેલ તે બ્રિજના પી.એમ.સી. તરીકે ઔડા દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપેલ હતું તે કંપની દ્વારા પી.એમ.સી. તરીકે કરવાની થતી કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી થવા બદલ મલ્ટી મીડીયા કન્સલટન્સી ને તાકીદે દુર કરેલ હતી તેમ છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે તા.૧૫-૦૬-૨૩ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સરસપુર વોર્ડમાં ડ્રેનેજ પંપીગ સ્ટેશન બનાવવા તથા ડ્રેનેજ નેટવર્ક નાખવાના રૂા.૬.૯૦ કરોડના કામમાં કન્સલટન્ટ તરીકે ચાલુ રખાઈ છે. ૧૨૦૦ કરોડોના માતબર ખર્ચે થનાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કામમાં ૧૨૦૦ કરોડના કુલ કામના ૧.૦% ના મુજબ રૂા.૧૨.૦૦ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કામમાં મ્યુ.કોર્પોનો હિસ્સો રૂા.૨૩૫ કરોડ આવે છે તે રૂા.૨૩૫ કરોડના કામમાં કુલ કામના ૦.૯ % ના મુજબ રૂા.૨.૧૨ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે વાડજ ફલાયઓવર બ્રીજ બનાવવાના ૧૦૦ કરોડના કામના ૧.૫૦% મુજબ રૂા.૧.૫૦ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે, રાસ્કા થી અસલાલી સુધી પાણીની લાઇન નાખવાના રૂા. ૧૪૫ કરોડના કામના ૧.૧૫% ના મુજબ રૂા.૧.૬૬ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે, જાસપુર ટ્રીટમેન્ટ થી નવા પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારમાં પાણીની લાઇન નાખવાના રૂા. ૯૨ કરોડના કામના ૧.૧૫ % ના મુજબ રૂા.૧.૦૬ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે .હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જે કન્સલટન્ટ તરીકે વિવાદીત ભુતકાળ ધરાવતો હોય તેની કામગીરી સંતોષકારક ના હોય તેવા કન્સલટન્ટને વધુ કામ આપવા બાબતે કોનું હિત સચવાયેલ છે ? તે તપાસ માંગી લે તેવી બાબત છે.ખરેખર તો વિવાદીત ભુતકાળ ધરાવતો હોય, કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી કરેલ હોય તેવા કોન્ટ્રાકટર તથા કંપનીને તાકીદે બ્લેકલીસ્ટ કરવાની હોય તેની બદલે અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના શાસકો દ્વારા તેને નવાજીને વધુ કામો આપી શિરપાવ આપવામાં આવેલ છે જેથી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ તથા ખારીકટ કેનાલનું બ્યુટીકીકેશન પાણીની લાઇનોનું નેટવર્ક નાખવાના તથા બ્રિજના કામોમાં ગેરરીતી, ભષ્ટ્રાચાર તથા કામમાં હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ વધુ વકરતી જશે તેમાં કોઇ શકાંને સ્થાન નથી જેથી આ કામોમાં કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સી પ્રા.લી. ને તાકીદે દુર કરી વિવાદીત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસની માંગણી છે