અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સબ.ઇન્સ આઇ.એમ.ઝાલા તથા ASI સંજયસિંહ હાલુસિંહ તથા P.C. વિષ્ણુભાઇ મફાભાઇ દ્વારા લોખંડના સળીયા તથા પાઈપોની ચોરી કરતાં આરોપી
(૧) રાકેશભાઇ સ/ઓ રાયમલભાઇ પટણી (પોપટાવાળા)
(૨) મનોજભાઇ સ/ઓ રમેશભાઇ પટણી (બાપુલાવાળા)
(૩) ગોપીભાઇ સ/ઓ રાજેશભાઇ પટણી (દાંતલાવાળા) ને અમદાવાદ ચાંદખેડા જનતાનગર સામે, કલ્પનાનગર સોસાયટી પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો
આરોપીઓ પાસેથી ૮ M.M. તથા ૧૬ M.M. ના નાની મોટી સાઇઝના ૧૫૧૦ કિલો લોખંડના સળીયા કિ.રૂ.૭૫૫૦૦ તથા અંદાજે ૨.૫ થી ૩ ફુટ લાંબી ટૂંકી સાઇઝની લોખંડની પાઇપો નંગ-૧૬૮ કિ.રૂ.૧૫૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ હતો.આરોપીઓ સાથે મળી આજથી દોઢ-બે મહિના પહેલાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રી ના સમયે નવા બનતા બંગલા તથા ફ્લેટોની સ્કિમો માંથી લોખંડના સળિયા/પાઇપો તેઓની પાસેના ગેસ કટર મશીન થી કાપી ટુકડા કરી ચોરી કરવાની કબુલાત કરે છે.
શોધાયેલ ગુના
(૧) સાબરમતી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૩૩૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૨) સાબરમતી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૩૩૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯
દાખલ નહી થયેલ ગુન્હાઓની વિગત
(૧) આજથી દોઢ-બે મહિના પહેલાં સાબરમતી અચેર ગામ બસ સ્ટેન્ડની પાછળ નવા બનતા ફ્લેટોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
(૨) કોટેશ્વર રોડ પર નદીમાં મધર ડેરીની પાછળના ભાગે આવેલ નવા બનતા બંગલા તેમજ ફ્લેટોની ત્રણ ચાર સ્કિમોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
(૩) ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ તરફ જતા ડાબી બાજુએ આવેલ નવા બનતા સાત થી આઠ ફ્લેટોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
(૪) ગાંધીનગર રાયસણ મેટ્રોની સામે આવેલ ફ્લેટની સ્કિમોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
(૫) તપોવન સર્કલથી ઝુંડાલ ટોલટેક્ષ વચ્ચે ડાબી બાજુ સાત આઠ જેટલા નવા બનતા ફ્લેટોની સ્કિમોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
(૬) વૈષ્ણવદેવી ગરનાળા પાસે આવેલ ફ્લેટની સ્કિમોમાં લોખંડના સળીયાની ચોરી કરેલ છે.
આરોપીનો ગુન્હાહિત ઇતીહાસ
આરોપી રાકેશભાઇ સ/ઓ રાયમલભાઇ પટણી (પોપટાવાળા)વિરૂધ્ધમાં સને-૨૦૧૪ ની સાલમા સાબરમતી પોલીસ સ્ટેશનમાં મારા મારીનો ગુન્હો દાખલ થયેલ છે.
આરોપીઓને ઉપરોકત ગુન્હાની વધુ તપાસ માટે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.