અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા, અ.હેડ.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ ભુરુભા તથા અ.પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા વગર પાસ પરમીટના હથિયાર રાખતાં આરોપી મુજાહીદ ઉર્ફે બાબુ કાળીયો સાકીરઅલી નાઇ ઉ.વ.૩૧ રહે. મકાન નં.૩, માઝ-૨ ડુપ્લેક્ષ, ઝમઝમ ડુપ્લેક્ષની આગળ, ફતેવાડી કેનાલ પાસે, ફતેવાડી, અમદાવાદ શહેરને અમદાવાદ, સરખેજ, ફતેવાડી કેનાલ પાસે બીસ્મીલ્લા હોટલ આગળથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી (૧) દેશી બનાવટની પિસ્ટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (૨) જીવતા કારતુસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૦,૨૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવતા તેના વિરુધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
આરોપી સન-૨૦૧૬ માં હથિયારના કેસમાં પકડાયેલ ત્યારે બે દિવસ જેલમાં રહેલ. જેલમાં હથિયારના કેસમાં પકડાયેલ અન્ય આરોપી જગતસિંઘ ચીખલીગર રહે. સરદારજી કા ડેરા, કુકસી, મધ્યપ્રદેશ સાથે મુલાકાત થયેલ હતી. બાદ સને-૨૦૧૮ માં ફરીવાર મર્ડરના કેસમાં જેલમાં ગયેલ ત્યારે પણ જગતસિંઘ ચીખલીગર સાથે ફરીવાર મુલાકાત થયેલ હતી. આ વખતે જગતસિંઘ ચીખલીગરે તેનો મોબાઇલ નંબર આપેલ. બાદ આજથી આશરે છ મહિના મહિના પહેલા પકડાયેલ આરોપીને શીવા મહાલીંગમ સાથે બોલાચાલી થયેલ હતી. શીવા મહાલીંગમ હાથનો છુટો તેમજ માથાભારે માણસ હોય. જેથી ગમે ત્યારે તે હુમલો કરી શકે તેવો ભય રહેતો હોવાથી જગતસિંઘ ચીખલીગર પાસેથી આજથી એકાદ મહિના પહેલા દેશી બનાવટની સ્પિટલ નંગ-૧ તથા જીવતા કારસ્તે નંગ-૨ લઇ આવેલ અને તેના બચાવ માટે પાસે રાખી ફરતો હતો.આરોપી મુજાહીદ ઉર્ફે બાબુ કાળીયો સાકીરઅલી નાઇ વિરુધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૩૮/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો પણ ગુનો નોંધાયેલ છે. જે ગુનામાં પણ આરોપીની અટકાયત કરવાનો બાકી છે.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧) વેજલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૩/૧૮ ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)(એ), ૨૭(૧) મુજબ.
(૨) વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૦૦૭૬૮/૨૦૨૦ ઇપીકો કલમ ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૩) વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૦૧૪૨૯/૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૩, ૫૦૬(૧), ૧૧૪ મુજબ.
(૪) વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૨૧૦૪૫/૨૦૨૨ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૫) ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૩૮/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.