અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આગામી રથયાત્રા અનુસંધાને આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ.સિસોદીયા, મ.સ.ઇ. રાજેન્દ્રસિંહ રાયસિંહ, અ.હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, અ.હેડ.કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, અ.હેડ.કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, અ.હેડ.કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા અ.પો.કોન્સ. દિનેશકુમાર સાગરભાઇ દ્વારા વગર પાસ પરમીટના હથિયાર રાખતાં આરોપી રાહુલ ઉર્ફે ટુન્ડે રામજસ શર્મા ઉ.વ.૩૭, રહે. ગામ. અમલેડ, થાના.બરોહી, તા.અટેર, જી.ભીંડ, મધ્યપ્રદેશને અમદાવાદ, નરોડા, સ્મશાન ચાર રસ્તા પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે.
આરોપી પાસેથી (૧) દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- (૨) જીવતો કારતુસ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/- મળી કુલ કિંમત રૂ.૫,૧૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવતા તેના વિરુધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. શ્રી કે.એસ.સિસોદીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.આરોપી આજથી એકાદ મહિના પહેલાં તેના વતન ગામ ખાતે નજીકમાં મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ જીલ્લાના અટેર તાલુકાના માડેન ગામ ખાતે રહેતા ક્રિષ્ના બહોરે વાળા પાસેથી અમદાવાદ શહેર વિસ્તારમાં કોઇ ગ્રાહક મળેથી તેને વેચાણ આપવા લાવેલ હતો. પરંતુ હાલમાં આગામી રથયાત્રા અનુસંધાને પોલીસ દ્વારા ચેકીંગની કાર્યવાહી ચાલતી હોવાથી કોઇ ગ્રાહક મળેલ નહી. જેથી આ હથિયાર તથા કારતુસ તેની પાસે છુપાવી મૂકી રાખેલ હતા.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ જીલ્લાના બરોહી પો.સ્ટેશન ખાતે નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) ગુ.ર.નં.૩૫/૧૨ ઇપીકો કલમ ૪૦૬ વિગેરે મુજબ.
(૨) ગુ.ર.નં.૨૪/૨૦૧૬ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪, ૫૦૬ વિગેરે મુજબ. (૩) ગુ.ર.નં.૧૪/૨૦૧૬ ઇપીકો કલમ ૪૦૬ મુજબ.
(૪) ગુ.ર.નં.૩૬૫/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.