અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રસેકર દ્વારા આગામી રથયાત્રા તહેવારની ઉજવણી અન્વયે સ્પે-પ્રોહિબિશન /જુગારની ડ્રાઇવરનું આયોજન કરેલ હોય, જે અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરૂધ્ધ ડ્રાઇવ દરમ્યાન પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા,એલ.સી.બી. તથા ટીમ દ્વારા શૈલેષભાઇ દેસાઇ હે.કોન્સ. તથા કલ્પેશભાઇ ડામોર હે.કોન્સ.ને મળેલ સંયુક્ત બાતમી આધારે કણભા પો.સ્ટે હદ વિસ્તારના ફુંકા ગામ, ઇન્દિરાનગર કીરણ ઉર્ફે કીતીયો પુનાભાઇ ઠાકોરના ઘરની આગળ ખુલી જગ્યામાં રેઇડ કરી તીન-પત્તીનો હાર- જીતનો જુગાર રમી-રમતા રોકડ રૂપિયા ૧૮૨૯૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩૮૭૯૦/- ના મુદ્દામાલ સાથે ૬ ઇસમોને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) હીતેશભાઇ ઇશ્વરભાઇ ઠાકોર (૨) વિનોદભાઇ ઇશ્વરભાઇ ખાંટ (ઠાકોર) (૩) આકાશભાઇ મહેશભાઇ ઠાકોર (૪) ભાવીનભાઇ ભરતભાઇ પટેલ (૫) નિર્મલભાઇ ભીખાભાઇ રાજગુરુ (૬) કનુભાઇ નાથાભાઇ વાઘેલા તમામ રહે. હાંસોલગામ, અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, પો.સ.ઇ.શ્રી આર. બી.રાઠોડ, એ.એસ.આઇ.વિજયસિંહ મસાણી, હે.કોન્સ. કલ્પેશભાઇ ડામોર, હે.કોન્સ. શૈલેષભાઇ દેસાઇ, હે.કોન્સ.જયદિપસિંહ ચાવડા જોડાયેલ હતા.