GJ-૧૮માં ત્રણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કલેકટર કચેરીના કંટ્રોલ રૂમનો નંબર – ૦૭૯ ૨૩૨ ૫૬૭૨૦, જિલ્લા પંચાયત ખાતે કાર્યરત કંટ્રોલ રૂમનો નંબર – ૦૭૯ ૨૩૨ ૫૬૯૭૭ અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કાર્યરત કંટ્રોલ રૂમનો નંબર- ૦૭૯ ૨૩૨ ૨૨૭૪૨ છે. નાયબ વનસંરક્ષક ચંદ્રેશકુમારે કહ્યુ કે, બિપરજોય વાવાઝોડામાં કે સમગ્ર ચોમાસા દરમ્યાન જિલ્લામાં ઝાડ પડી જવા અંગેની ફરિયાદ કે મદદ માટે વન વિભાગના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર – ૧૯૨૬ પર સંપર્ક કરી શકાશે. તેની સાથે મોબાઇલ નંબર ૯૪૮૪૮૭૬૪૫૧ પર પણ સંપર્ક થઇ શકશે. GJ-૧૮ ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે પણ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. કોઇપણ મુશ્કેલી અંગે નાગરિકો ૯૯૦૪૪૭૭૯૯૦ નંબર પર મદદ માંગી શકશે.