ગુજરાતના કચ્છમાં એવું કહેવાય છે કે દરેક ઘરમાંથી એક અથવા બે વ્યક્તિઓ ભારતની બહાર વિદેશમાં હશે. NRI ને લઇને માધાપરની એક અલગ ઓળખ જોવા મળે છે ત્યારે આજે આ ઓળખ જ માધાપાર ગામ માટે જાણે મુસીબત બની હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં કચ્છના માધાપરમાં સૌથી વધારે NRI ને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર માધાપરમાંથી 250થી વધારે NRI ને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. ભુજના પટેલ ચોવીસીમાં NRI પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કચ્છમાં એરબેઝ કરાયેલા 1406 લોકોને હાલ કોરોના વાયરસના પગલે કોરોન્ટાઇન કરાયાં છે. આ NRI લોકો લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, સાઉદીથી પરત ફર્યાં હતા. ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવામાં આવી રહ્યું છે. આ અગાઉ માધાપાર ખાતે રશિયાથી આવેલા 12 વિદ્યાર્થીઓને હાલ 14 દિવસ સુધી કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.