કોરોનાનો ડર એવો ફેલાયો છે કે હવે લોકો ચિકનથી અંતર બનાવવા લાગ્યા છે. પણ ચિકન ખાનારાઓ તેના જેવો જ સ્વાદ માનવા માટે કયારેક સોયા તો ક્યારેક ચાંપાની પાછળ દોડ છે. હાલના દિવસોમાં ચાંપા ચિકન પ્રેમીઓની પહેલી પસંદ બન્યું છે. ચિકન અને કોરોનાનું કોઈ કનેક્શન જોવા મળ્યું નથી. છતાં લોકોમાં ચિકન ખાવાને લઈને ડર પેદા થયો છે. હવે લોકો ચિકનના સ્થાને ચાંપા વધારે મહત્વ આપી રહ્યા છે. ચાંપાને જેકફૂટ પણ કહેવામાં આવે છે. અચાનક તેની માગ વધી જવાને લીધે તેની કિંમત પણ વધી ગઈ છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, અત્યાર સુધીમાં જે ચાંપા બજારમાં ૫૦ રૂપિયે કિલો સુધી મળતા હતા, તે હવે ૧૨૦ રૂપિ યે કિલો સુધી વેચાઈ રહ્યા છે. ચિકનના બદલે લોકોનો ચાંપા પ્રત્યેના પ્રેમનું કારણ એ છે કે, તેનો સ્વાદ નોનવેજ જેવો લાગે છે. ચાંપા ભારતના દક્ષિણના તટો પર થનારું ફળ છે, જેને શાકાહારી અને વિગન લોકો ખાવાનું વધારે પસંદ કરે છે. ભારતમાં તેને માંસાહારના એક | વિકલ્પ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમિ દેશોમાં ચાંપા પ ોર્કના સ્થાને લોકોને પસંદગીનું | વિકલ્પ બન્યું છે. લોકો પિન્ઝા ટોપિંગના રૂપમાં પણ તેનો ઉપ યોગ કરે છે. કોરોના વાયરસ મહામારીને કારણે લોકો ચિકન ખાવાનું હાલમાં એટલું પસંદ કરી રહ્યા નથી, એવામાં લોકો ચાંપા ખાવા લાગ્યા છે.