તડીપાર ઇસમ નામે શાહરૂખ ઉર્ફે વકીલ ઇકરામુદ્દીન અંસારી
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એ તડીપાર ઇસમો પકડવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર ચિરાગ ગોસાઇના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. ઝેડ.એસ.શેખની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તડીપાર ઇસમ નામે શાહરૂખ ઉર્ફે વકીલ ઇકરામુદ્દીન અંસારી ઉ.વ-૨૯ રહે-બ્લોક નં-૬૩/૨૦૦૦, શ્યામાપ્રસાદ મુખર્જી (શ્રીલંકા) ચાર માળીયા, વટવા, અમદાવાદને તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર, વટવા શ્યામપ્રસાદ મુખર્જી ચાર માળીયા ગેટ આગળ જાહેરમાંથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી તપાસ કરતા સદરી ઇસમને મદદનીશ પોલીસ કમિશનરશ્રી “એ” ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાક: એ/ડિવિઝન/હદપ/૧૨/૨૦૨૧ તા.૧૬/૦૮/૨૦૨૧ આધારે અમદાવાદ શહેર તથા તેને લગોલગ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય અને સદરી ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય સદરી વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વટવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
(૧) પોલીસ ઇન્સપેકટર શ્રી ચિરાગ ગોસાઇ
(૨) પો.સ.ઇ. શ્રી ઝેડ.એસ.શેખ
(૩) એ.એસ.આઇ જયેશભાઇ ભીખાભાઇ (રૂબરૂ ફરીયાદ લેનાર)
(૪) અ.પો.કો વિજયસિંહ ભુપતસિંહ (ફરીયાદી તથા બાતમી)