ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા 16 ઓગસ્ટ સુધી PMJAY ડાયાલિસીસ કાર્ય બંધ રાખી હડતાળ

Spread the love

PMJAY ડાયાલિસીસમાં ભાવ ઘટાડાનો વિરોધ ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને 16 ઓગસ્ટ સુધી PMJAY ડાયાલિસીસ કાર્ય બંધ રાખી હડતાળ શરૂ કરવામાં આવી છે. જેને પગલે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા જણાવવાાં આવ્યું છેકે, રાજ્યમાં ડાયાલિસીસ કરાવતા એકપણ દર્દીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. 1650 પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. 300 આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. 1950 નક્કી કર્યા છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.1500 છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે.

રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ 1 લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com