ઘર ,પરિવાર હોય તો વાસણ ખખડે, મેયર, ધારાસભ્ય મારા મોટા બેન તથા નાના બેન છે, ગેરસમજ થઈ તે દૂર કરી, મોટી બહેન હકથી રોકી શકે : પૂનમ માડમ

Spread the love

જામનગરમાં ગુરુવારે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જાેકે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે રાત્રે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખીને કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની અનુમતિ લઇને હું પ્રતિક્રિયા આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે અને રીવાબા નાનાબેન સમાન છે. મોટાબેનનું માનસન્માન જળવાય એટલે હું મારી નાનીબેનને એક અધિકારથી રોકી શકું.. રિવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યા છે એટલે ક્યાંક ગેરસમજ અને જલ્દીથી પ્રતિક્રિયા આપવી એવું જ બન્યું છે.
સાંસદ પૂનમ માડમે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે, સ્થળ પર મારી આખી વાત હતી, મારો વ્યવહાર હતો એ પાર્ટીને સોભે એવો હતો. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર અને શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીની શિસ્તાનો અમે ક્યાય ભંગ નથી કર્યો. મને આ વિષય કોઇ વ્યક્તિગત પ્રતિક્રિયા આપવી એ સમયે લાગ્યું નહોતું. પણ જ્યારે આટલી બધી વાતો થઇ છે, ત્યારે મને લાગ્યું કે મારે મારી વાત પણ મૂકવી જાેઇએ. ગુરુવારના કાર્યક્રમમાં નાની ગેરસમજ થઇ હતી. મેયર મારા મોટાબેન જેવા છે, જ્યારે રીવાબા નાનાબેન સમાન છે. નાની ગેરસમજના લીધે વાતાવરણ તંગ બન્યું હતું અને ઘણીવાર આવું બનતું હોય છે. આમાં વધું કઇ નથી. અમારી પાસે કોઇ સમય જ નહોતો કે અમે અંદરો અંદર વાત કરી શકીએ. પરિવારમાં ક્યાંક કકળાટ હોય છે અને વાસણ ખખડે એવું બનતું હોય છે.
સાંસદ પૂનમ માડમે વધુમાં જણાવ્યું કે, રિવાબાને ક્યાંક ઉતાવળમાં મગજમાં એવું આવી ગયું હોય, ગેરસમજ થઇ હોય અને તાત્કાલિક પ્રતિક્રિયા આપી હોય એવું બન્યું છે. મારી ભુમિકા માત્ર સાંસદ તરીકે નહોતી. પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ મારી ફરજ આવે કે બીનાબેન મારા મોટાબેન છે એમનું માનસન્માન જળવાય. એટલે હું મારી નાનીબેનને એક અધિકારથી રોકી શકું એ પ્રકારે મારી ભુમિકા હતી એનાથી વધું વાત નથી. આ નાની ગેરસમજ છે. આ અડધી મિનિટના સંવાદથી આગળ કોઇ વાત નથી કે પાછળ કોઇ વાત નથી. આનાથી વધુ પણ ક્યારેક કંઇ થાય તો પણ પાર્ટીનું એવું વાતાવરણ છે કે કોઇ ડિસ્ટર્બ નહીં કરી શકે. પરિવાર કોઇ દિવસ છુટ્ટો ન પડે, એમ પાર્ટીનો આ પરિવાર પણ કોઇ દિવસ છુટ્ટો નહીં પડે એવી મને ખાતરી છે. આવતા દિવસોમાં નાગરિકોની સેવા અમે બધા સાથે મળીને કરીશું.
પૂનમ માડમે વધુમાં જણાવ્યું કે, જે સોરીની વાત છે એ મેં બીનાબેનને કહ્યું કે મારી ઉપસ્થિતિમાં વાતાવરણ તંગ બન્યું અને રિવાબાને મેં સોરી એટલે કહ્યું કે, આપડે આ આખી વાતની અત્યારે અહીં ચર્ચા ન કરવી જાેઇએ એ દૃષ્ટીથી કહ્યું.. એ કોઇ ચર્ચા કરવાનું સ્થળ નહોતું. રિવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. ક્યાંક ગેરસમજ અને જલ્દીથી પ્રતિક્રિયા આપવી એવું જ બન્યું છે. આ કોઇ મોટી વાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com