48 વોર્ડમાં થઈને કુલ 49 જગ્યાઓ પર શિલાફલકમની સ્થાપના તેમજ પ્રત્યેક ઝોનમાં 1 એમ કુલ સાત ઝોનમાં લાંબા સમય સુધી ટકી શકે તેવા 75 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને કુલ 7 અમૃત વાટિકા ઉભી કરાઇ
અમદાવાદ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી વિવિધ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે માતૃભૂમિને સામુહિક શ્રદ્ધાંજલી આપવામા ટેઆયોજીત “મેરી માટી મેરા દેશ- મીટી કો નમન વીરો કો વંદન” અભિયાન ચલાવવામાં આવેલ છે. જેમાં મહાનગર પાલિકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝોન તથા વોર્ડ લેવલે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જુદા જુદા 48 વોર્ડમાં થઈને કુલ 49 જગ્યાઓ પર શિલાફલકમની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ પ્રત્યેક ઝોનમાં 1 એમ કુલ સાત ઝોનમાં લાંબા સમય સુધી ટકી શકે તેવા 75 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને કુલ 7 અમૃત વાટિકા ઉભી કરવામાં આવેલ છે.
પંચ પ્રણ પ્રતિજ્ઞા હેઠળ અત્યાર સુધીમાં 62000થી પણ વધુ લોકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈને દેશ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલ છે. 25000 થી પણ વધુ લોકોએ સેલ્ફી અપલોડ કરેલ છે. “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત વોર્ડ લેવલે માટી યાત્રા કાઢવામાં આવેલ, જેમાં શહેરીજનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ અને વોર્ડ લેવલે તૈયાર કરવામાં આવેલ અમૃત કળશને ઝોન કક્ષાએ તૈયાર કરવામાં આવેલ અમૃત કળશમાં માટી એકઠી કરવામાં આવેલ છે. કાર્યક્રમ દરમ્યાન માન. મેયરશ્રી તથા ઉપસ્થિત રહેલ મહાનુભાવો દ્વારા અ.મ્યુ.કો.ના સાતેય ઝોનમાંથી અમૃત કળશમાં લાવવામાં આવેલ માટી અમદાવાદ મહાનગરપાલિકા કક્ષાએ તૈયાર કરેલ મુખ્ય અમૃત કળશમાં એકત્રિત કરવામાં આવેલ હતી.અમદાવાદ મહાનગરપાલિકા કક્ષાએ તૈયાર કરેલ મુખ્ય અમૃત કળશને અ.મ્યુ.કો. દ્વારા રાજ્યકક્ષાના યોજાનાર કાર્યક્રમમાં લઈ જવામાં આવશે. જ્યાંથી તે અમૃત કળશને ન્યુ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમમાં લઈ જવામાં આવશે. આમ, ભારત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અભિયાન અંતર્ગત શરૃ કરાયેલ “મારી માટી, મારો દેશ – માટીને નમન વીરોને વંદન” અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ લેવલે તથા ઝોન લેવલે વિવિધ કાર્યક્રમો યોજી સદર અભિયાનમાં સક્રિય ભાગ લેવામાં આવેલ છે.
આજના કાર્યક્રમમાં મેયર કિરીટકુમાર પરમાર, માન. પૂર્વ ઔડા ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, માન. ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, માન. સ્ટે. કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, માન. દંડક અરૃણસિંહ રાજપૂત, અ.મ્યુ.કો.ની વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ, મિડીયા કર્મીઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા અને ઝોનમાંથી અમૃત કળશમાં આવેલ માટી મુખ્ય અમૃત કળશમાં એકઠી કરવામાં આવેલ હતી.