અમદાવાદ
ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ ની એક અખબારી યાદી જણાવે છે કે હાલમાં મંડળ દ્વારા તાજેતર માંજ આરોગ્ય કમિશ્નરને ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપ્યું .ગાંધીનગર ખાતે જ્યારે આરોગ્ય પંચાયત નાં ફાર્માસિસ્ટો દ્રારા વેક્સીનેશન ની કામગીરી બંધ કરવામા આવેલ છે ત્યારે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ નાં રાજ્ય સરકારના ફાર્માસિસ્ટો દ્વારા પણ કામગીરી બંધ કરવા પણ હવે જોડાયા છે. આમ પંચાયત વિભાગ નાં ફાર્માસિસ્ટો ને ટેકો આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જ્યારે વિધાન સભા ની ચુંટણી હતી ત્યારે બધી કેડર હડતાળ પર ઉતરીઆવ્યા હતા ત્યારે પંચાયત વિભાગ નાં ફાર્માસિસ્ટ પોતાની ફરજ ને પ્રાધાન્ય આપ્યું ને તેમના પ્રશ્ર્નો ઉકેલવા જે તે સમયે સરકારે ખાતરી આપેલી પરંતુ હાલ માં સરકારે હાથ ઊંચા કરી દેતા 130 દિવસ રજાપગાર જે કોરોના સમય માં ફાર્માસિસ્ટો એ પોતાની જાન ની બાજી અને પોતાનાં પરીવાર ને પણ બાજુમાં મૂકી દવાઓ, ઇન્જેક્શન આઇ વી ફ્લુઇડ, વેન્ટિલેટર સર્જીકલ આઈટમ પીપીઇ કીટ ની સરકારના ખભે ખભે મિલાવી ડાઇરેક્ટર દર્દી નાં સંપર્ક માં રહી દવાઓ દર્દી ને પહોચતી કરવામા ખૂબ મોટો ફાળો આપ્યો હતો અને દર્દીઑ ને દવાઓ આપેલી છતા સરકાર દ્વારા અમુક કેડર (ફિમેંલહેલ્થ વર્કર) ને 130 દીવસ રજા પગાર આપ્યો આમ એક ને ગોળ અને એક ને ખોળ જેવી નીતી અપનાવી ફાર્માસીસ્ટો ને અન્યાય કર્યો છે લગભગ એકાદ માસ પહેલાં આરોગ્ય વિભાગ નાં ફાર્માસિસ્ટ વેક્સીનેશન કામગીરી નો બહિષ્કાર કરી ચૂક્યા છે ત્યારે હવે રાજ્ય સરકારના ફાર્માસીસ્ટો પણ કામગીરી નો બહિષ્કાર કર્યો છે.