અમદાવાદ
પોલીસ કમિશનર, તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશનર,ઝોન-૫,તથા મદદનીશ પોલીસ કમિશનર આઇ′ ડીવીઝન અમદાવાદ દ્વારા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અધારે પોલીસ ઇન્સ્પેક્ટર, એ.વાય.પટેલના સીધા માર્ગદર્શન આધારે ખોખરા પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.,એસ.જે.ચૌહાણ તથા એ.એસ.આઇ.તેજપાલસિંહ પુરણસિંહ તથા પો.કો.સંજયસિંહ દેહાભાઈ તથા પો.કો.સંજયકુમાર મેહુરભાઈ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને વખતે સર્વેલન્સ સ્કોડના પો.કો.સંજયસિંહ દેહાભાઈ તથા પો.કો.સંજયકુમાર મેહુરભાઇને સંયુક્ત ખાનગી બાતમીદારથી ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે “એક ઇસમ કે જેણે શરીરે ક્રીમ કલરનું ટી- શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે, તે પોતાના કબજામા કોઇ જગ્યાએથી સોના દાગીના છળકપટ અગર તો ચોરી કરી મેળવી લઇ આવી ખોખરા સર્કલ થઇ આવી અત્રે થઇ પસાર થનાર છે” જે આધારે આયુષ અશોકસિંહ રાજપુત ઉ.વ.૨૧ રહે.મ.નં.૪૮ ગૌરવ બંગ્લોઝ ગોપાલ ડેરીની પાછળ રામોલ રોડ રામોલ અમદાવાદને પકડી તેની પાસેથી સોનાનું ડોકીયુ-૨૨ કેરેટનુ સોનાની ચેઇન તથા પેન્ડલ ૨૨ કેરેટનું જેની કુલ્લે કિં.રૂ.૧,૮૦,૩૭૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી સદરી સોનાના દાગીના બાબતે પક્ડાયેલ ઇસમને પુછપરછ કરતા સદર સોનાના દાગીના તબરેજ ઉર્ફે રાજુ શેખનાએ રામોલ પબ્યુમન સોસાયટીમાંથી ચોરી કરેલ હોય અને દાગીના સદર ઇસમ દ્રારા ચોરીનો હોવાનુ જાણવા છતા તબરેજ નાની પાસેથી આજથી આશરે એકાદ મહીના ખરીદ કરી રાખેલ હોવાનુ જણાવતા સદર ઈસમ પાસેથી મળી આવેલ દાગીના સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદરી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧),ડી મુજબ અટક કરેલ છે.
રીકવર કરવામા આવેલ મુદ્દામાલ
(૧)સોનાનું ડોકીયુ-૨૨ કેરેટનુ જેનું વજન ૧૨.૭૨૦ ગ્રામ છે.(૨)સોનાની ચેઇન તથા પેન્ડલ ૨૨ કેરેટની જેનું વજન ૧૮.૯૮૦ ગ્રામ છે જેની કુલ્લે કિં.રૂ.૧,૮૦,૩૭૦/-
વણશોધાયેલ ગુના રજીસ્ટર નંબર
રામોલ પો.સ્ટે.ગુ.ર.નં.11191024230923/23 IPC 380,454,457,411 મુજબ કામગીરી કરનાર ટીમ તથા આરોપીનો ફોટોગ્રાફ