ઈપ્કોવાલા હોલથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી કરશે અને ખેડા જીલ્લાના લોકપ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામાં આવશે
અમદાવાદ
ખેડા જીલ્લાના નડીયાદ ખાતે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવતીકાલ તા. ૨૮/૦૮/૨૩ને સોમવારના રોજ ગુજરાત ઉત્થાન માટેના સેવાના યજ્ઞનો સંવાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ખેડાના નાગરિકો સાથે બપોરે ૨ કલાકે ઈપ્કોવાલા હોલ, પારસ સર્કલ પાસે, નડીયાદ ખાતે કરશે.દરેક જીલ્લાઓમાં લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન અધિકાર પદયાત્રા પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે કરશે, આવતીકાલે ખેડા જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ ઈપ્કોવાલા હોલથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી કરવામાં આવશે અને ખેડા જીલ્લાના લોકપ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામાં આવશે.આવતીકાલે રાજયસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બપોરના ૧:૩૦ કલાકે એકસપ્રેસ-વે, નડિયાદ ખાતે પહોંચશે, જ્યાં યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. તથા કોંગ્રેસના યુવાન મિત્રો તેઓશ્રીનું સ્વાગત કરશે. ત્યાર બાદ ૧૩:૪૦ કલાકે એકસપ્રેસ-વેથી બાઈક રેલી સ્વરૂપે ઈપ્કોવાલા હોલ જવા રવાના થશે. બપોરે બે કલાકે ઈપ્કોવાલા હોલ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ કરશે. બપોરે ચાર કલાકે ઈપ્કોવાલા હોલથી કલેકટર કચેરી સુધી જન અધિકાર પદયાત્રા દ્વારા જશે અને પાંચ કલાકે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ સાડા પાંચ કલાકે માઈ મંદિર ખાતે દર્શન, ૬ કલાકે સંતરામ મંદિર ખાતે દર્શન, સાડા છ કલાકે પૂ. સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ દેસાઈવગો ખાતે હાજરી, સાત કલાકે સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન, સવા સાત કલાકે અંબા આશ્રમ ખાતે દર્શન, સાડા સાત કલાકે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના નિવાસસ્થાન ખાતે શુભેચ્છા મુલાકાત તથા સાંજે ૮ કલાકે નડીયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટના નિવાસસ્થાન ખાતે શુભેચ્છા મુલાકાત કરશે.