ઝૂંપડામાં રહેતાં તસ્કરો સ્વિફ્ટ કાર લઈને ફરતાં હતાં, 3 શખ્સો ઝડપાયાં

Spread the love

મેટ્રો રેલના પાટામાં લગાવવામાં આવતી 2.42 લાખની કિંમતની અને 2700 કિલો વજનની લોખંડની 300 નંગ બેઝ પ્લેટની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં એલસીબીએ ઉકેલી નાંખ્યો છે. સ્વીફ્ટ કારમાં ફરતા ત્રણ તસ્કરોને પ્લેટ વેચવા નીકળતી વખતે એલસીબી-2ની ટીમે પકડી પાડ્યા છે. આ ત્રણેય યુવાનો છાપરામાં રહે છે પરંતુ તસ્કરી કરીને સ્વીફ્ટ કારમાં ફરે છે.

મેટ્રો રેલના પાટા ફીટ કરવાની કામગીરી પેટા કોન્ટ્રાક્ટમાં કરતી અભિસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના સુપરવાઇઝર સોનુ ચૌધરીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મેટ્રો રેલના પાટા ખોલી પાટા નીચે સપોર્ટ માટે લગાવવામા આવતી ફાસ્ટીંગ સીસ્ટમની લોખંડની 300 નંગ બેઝ પ્લેટ ખોલી પીલર નંબર P/9/21 ઉપર ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી હતી અને 27મી ઓગસ્ટે રવિવારની રજા હોવાથી મજૂરો સહીતના બધા કર્મચારીઓ ઘરે જતાં રહ્યાં હતાં. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકો પીલર ઉપરથી લોખંડની 300 નંગ ફાસ્ટીંગ પ્લેટ ચોરી ગયા હતા.

બીજીતરફ એલસીબી-2ના કોન્સ્ટેબલ વિજય દયારામભાઇ તથા જયદિપસિંહને બાતમી મળી હતી કે રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટસિટી વચ્ચે ત્રણ લોકો સ્વિફ્ટ કારમાં શંકાસ્પદ લોખંડની પ્લેટ વેચવાની ફિરાકમાં ભેગા થયા છે જેથી તેમણે તપાસ કરતા ત્રણ યુવાનો ગાડી સાથે મળી આવ્યા હતા જેની તપાસ કરતા ગાડીમાંથી લોખંડની 4 પ્લેટ પણ મળી આવી હતી. આ ત્રણેય ઇસમો રોહિત તરસીંગભાઇ ઠાકોર (રહે. સેક્ટર-5 છાપરા), રાયમલજી ઠાકોર (રહે. સેક્ટર-4 છાપરા), લાદુરામ ગુર્જર (રહે. સરગાસણ)ની ધરપકડ કરી પુછપરછ કરતા તેમણે બે સિક્યોરિટી ગાર્ડની મદદથી 300 નંગ પ્લેટ ચોરી હતી અને સ્વિફ્ટમાં ભરી 296 પ્લેટ વેચી નાખી હતી, બાકીની 4 વેચવા માટે નીકળ્યા હતા. પોલીસે આ ત્રણેય પાસેથી 3.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com