આમ આદમી પાર્ટી, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા : શક્તિસિંહ

Spread the love

• ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫,૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસમાં જોડાયા

• બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ભાજપના અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

• છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષશ્રી આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

• ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ જોરદાર પ્રતિસાદ

અમદાવાદ

ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫૦૦૦થી વધુ વોટ મેળવનાર  અર્જુનભાઈ રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી  મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

ભાજપમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર સોલંકી હેમરાજજી મુળજી, ભાજપના આગેવાનો , ઉપલાણા અશોકભાઈ,  પરેશભાઈ ચૌધરી,  લાલજીભાઈ ચૌધરી, ધવલભાઈ ચૌધરી, વિજયભાઈ રાજપુત,  પ્રતાપજી રાજપુત, કોમલબેન ચાવડા સહિત ભાજપના આગેવાનો પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા શ્રી શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષશ્રી આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલ ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારશ્રીઓ અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે. ભાજપના કુશાસનમાં યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ગુજરાતના લોકોના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી હોઈ જનહિતમાં ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના લોકોએ સમગ્ર પક્ષને કોંગ્રેસમાં વિલીન કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com