અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસીંગ અમદાવાદ રેન્જ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ તરફથી જીલ્લામા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અમલવારીના હેતુસર પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ જેના ભાગ રૂપે ચાંગોદર પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ ચાંગોદર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૩૦૮૪૩/૨૦૨૩ કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ નોંધાયેલ હોય જે ગુનામાં ફરીયાદી ની પ્રશાંત ગિયર્સ કંપનીની પાણી ખેચવાની સબ-મર્સીબલ મોટર કંપનીના ગેટ આગળ હતી જે ગઈ તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ કોઇ ચોર અજાણ્યા ઇસમો જે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતેની ફરીયાદ આપતા ગુનાવાળી જગ્યાના આજુ બાજુ ના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા સર્વેર્લસ સ્કોડના અ.હે.કો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ બ.નં.૫૫ર નાઓ સદર સી.સી.ટી.વી ફુટેજમા દેખાયેલ ઇસમોને ઓળખી બતાવતા વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ પાણી ખેચવાની સબ-મર્સીબલ મોટર કબ્જે કરી પાણી ખેચવાની સબ-મર્સીબલ મોટર ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) મેહુલભાઇ મુકેશભાઇ જાતે-મોઢેરા હાલ રહે-૫૩,વ્રુદાવન સોસાયટી મોરૈયા તા-સાણંદ જી-અમદાવાદ મુળ રહે- ખસ્તા ગામ તા-ધંધુકા જી-અમદાવાદ
(૨) મહેશભાઇ દિનુભાઇ જાતે-વાઘેલા હાલ રહે- ૧૧ શાંતીલાલ પટેલના મકાનમાં કોલટ રોડ મોરૈયા તા-સાણંદ જી-અમદાવાદ મુળ રહે- આદરીયાણા ગામ તા-પાટડી જી-સુરેન્દ્રનગર.
રીકવર મુદામાલ
(૧) પાણી ખેચવાની સબ-મર્સીબલ મોટર જેની કિ.રૂ.૧૨,૦૦૦
સદર કામગીરી કરનાર પો.ઈન્સ. આર.ડી.ગોજીયા સા.ના માર્ગદર્શન હેઠળ
(૧) અ.હે.કો ઘર્મેદ્રસિંહ જીલુભા બ.નં.૬૬૭
(૨) અ.હે.કો અનિરુદ્ધ આયદાન બ.નં.૬૯૪ (૩)અ.હે.કો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ બ.નં.૫૫૨
(૪)પો.કો દિવ્યરાજસિંહ ગીરવતસિંહ બ.નં ૧૫૭૮
(૫) પો.કો રણજીતસિંહ ખુમાનસિંહ બ.ન.૧૫૬૮ (૬)પો.કો ધનરાજસિંહ નારણસિંહ બ.નં.૨૨૭